નથી ગમતું મને.

બોલવા ટાણે જ ચૂપ રહેવું નથી ગમતું મને,
પણ બધાની રૂબરૂ કહેવું નથી ગમતું મને.

એકલો ભટક્યા કરું છું, એનું કારણ એ જ છે,
ઘરની વચ્ચે એકલું રહેવું નથી ગમતું મને.

આંખમાં આવીને પાછા જાય એનું મૂલ્ય છે,
આંસુઓનું આ રીતે વહેવું નથી ગમતું મને.

આમ તો કૂદી પડુ છું હું પરાઇ આગમાં,
મારું પોતાનું જ દુ:ખ સહેવું નથી ગમતું મને.

મિત્ર અથવા શત્રુઓની વાત રહેવા દે ખલીલ,
એ વિશે તો કાંઇ પણ કહેવું નથી ગમતું મને.

- 'ખલીલ' ધનતેજવી

પ્રેમપત્ર

પત્રમાં પ્રીતમ લખું કે સખા, સાજન લખું?
શબ્દ હું મઘમઘ લખું, મૌનની સરગમ લખું.

તું યે કોરો ના રહે, જો તને લથબથ લખું,
આજ તોડું હદ બધી… બસ લખું, અનહદ લખું !

ઝાંઝવાનાં જળ છળું, મેહુલો છમછમ લખું,
તારી કોરી ધરતી પર હું મને ખળખળ લખું.

પથ્થરોનાં વનનાં હર પહાણ પર ધડકન લખું,
કાળજાની કોર પર લાગણી મધ્ધમ લખું.

રાત દિનની દરમિયાં કૈંક તો સગપણ લખું,
આભ અવનિને મળે, એક મિલનનું સ્થળ લખું.

દોહ્યલાં જીવનમાં એક સાહસી અવસર લખું,
સ્નેહનાં હર તાંતણે શૌર્યનાં હું વળ લખું.

માંહ્યલામાં ચાલતી કાયમી ચળવળ લખું,
દિલમાં તારા શું હશે? રેશમી અટકળ લખું.

લાવ તારા હાથમાં વ્હાલ હું અણનમ લખું,
ભાગ્યમાં હું એક બે પ્રેમઘેલી પળ લખું.

આટલું વ્હાલમ તને વ્હાલથી વ્હાલપ લખું,
ઊર્મિનાં લિખિતંગ લખું, સ્નેહનાં પરિમલ લખું.

- 'ઊર્મિ'

એક (કોરો) (પ્રેમ) પત્ર

ફક્ત પ્રિયે તારા નામની આગળ લખું,
બસ એમજ સાવ કોરો કાગળ લખું.

ખબર અંતર પૂછું પહેલા સમયના,
પછી પોરો ખાઈ થોડો, અંજળ લખું.

કેમ કરી અશ્રુઓ મોકલી શકાય પત્રમાં,
કહે તો વાદળ કહે તો ઝાકળ લખું.

ના, નથી સ્થિતિ કોઈને કહેવા જેવી,
છતાં શુભ-શુભ મંગળ મંગળ લખું.

ફુલોનો માર ખાઈ ખાઈ કોહવાઈ ગયો છું,
થોર છું થોર બીજું શું બાવળ લખું.

નિશ્ચિત નથી કંઈ હવે તારું મળવું,
છતાં તું મળે એવી અટકળ લખું.

હાલક ડોલક છે દિલો-દિમાગ બન્ને,
એકજ શબ્દમાં લખું તો વિહવળ લખું.

વચ્ચેનો સમય જો દોહરાવી શકે તો,
એજ લી.-પહેલી અને છેલ્લી પળ લખું

- ફકત તરુણ

વ્યથા કોણ માનશે!

તુજ બેવફાઈમાં છે વ્યથા કોણ માનશે!
જે જોઈ છે મેં તારી દશા કોણ માનશે?

મારા ગુનાહો જોઈ, મને બેશરમ ન માન,
સાથે જ ભોગવું છું સજા કોણ માનશે?

દિલ મારું, પ્રેમ મારો, અને એમની શરત!
મેં ખુદ કહી છે કેટલી ‘ના’ કોણ માનશે?

વરસો થયા હું જેમની મહેફીલથી દૂર છું,
ત્યાં પણ હજી છે મારી જગા કોણ માનશે?

છે ખુશનસીબ વ્યક્ત કરે જે ઉદારતા,
દિલમાં રહી ગઈ તે દયા કોણ માનશે?

જે વાત પર બધાએ શિખામણ દીધી ‘મરીઝ’,
સંમત હતો હું એમાં ભલા કોણ માનશે?

- મરીઝ

એક લાશ તરીને આવે છે..

કોઈ સ્મિતે સ્મિતે સળગે છે
કોઈ રડીને દિલ બહેલાવે છે

કોઈ ટીપે ટીપે તરસે છે
કોઈ જામ નવા છલકાવે છે

સંજોગના પાલવમાં છે બધું
દરિયાને ઠપકો ના આપો

એક તરતો માણસ ડૂબે છે
એક લાશ તરીને આવે છે

- 'સૈફ' પાલનપુરી

મને મારો ખુદા યાદ...

ના મારા ગુના યાદ કે ના એની સજા યાદ,
રહી ગ્યો છે અમસ્તો જ મને મારો ખુદા યાદ.

બે ચાર પ્રસંગો છે જે હું કહેતો ફરું છું,
ક્યાં છે હવે મારી મને સંપૂર્ણ કથા યાદ.

ભૂતકાળનો જાણે એ પ્રસંગ હોય એ રીતે,
આવે છે હવે ‘સૈફ’ મને મારે કઝા યાદ.!!

- 'સૈફ' પાલનપુરી,

દિલ બધા માટે..

દર્દ રાખે છે દિલ બધા માટે,
એ સજા છે કવિ થવા માટે.

યાદ માં તારી કે ગુનાહો માં,
કંઈક ઈચ્છું છું ડૂબવા માટે.

દિલ ઊઠી જાય છે એ દુનિયાથી,
હાથ ઊઠતા નથી દુઆ માટે.

કંઈક એ રીતથી ફના થઈએ,
કંઈ ન બાકી રહે ખુદા માટે.

એ શહીદોથી કમ નથી હોતા,
જે જીવી જાય છે ખુદા માટે.

જિંદગી ભીડમાં હતી કિંતુ,
રાહ કરવી પડી કઝા માટે.

જો કવિતા નહીં લખો તો ‘અનિકેત’
કોણ બોલાવશે નશા માટે ..?

- અનિકેત

લાજ રાખી છે.

ન આવ્યું આંખમાં આંસું, વ્યથાએ લાજ રાખી છે.
દવાની ગઇ અસર ત્યારે, દુવાએ લાજ રાખી છે.

તરસનું માન જળવાઇ ગયું, તારા વચન લીધે,
સમયસર આભથી વિખરી, ઘટાએ લાજ રાખી છે.

ઘણું સારું થયું આવ્યા નહિ, મિત્રો મને મળવા,
અજાણે મારી હાલતની, ઘણાંએ લાજ રાખી છે.

પડી ‘કૈલાસ’ ના શબ પર, ઊડીને ધૂળ ધરતીની,
કફન ઓઢાડીને મારી, ખુદાએ લાજ રાખી છે.

- કૈલાસ પંડિત

શાંતિ તો પારાવાર છે

અંતરે શાંતિ તો પારાવાર છે
પ્રેમનો જયાં થાય ગુણાકાર છે,
દુ:ખનો થઇ જાય ભાગાકાર છે.
તીર કે તલવારને ભૂલી જશો,
આ કલમ એથી ય પાણીદાર છે.
યાદ, તો ભગવાનને કરતા રહો,
આફતોનો એટલો આભાર છે.
સાજની મોહતાજ સુંદરતા નથી,
સાદગી બસ આપનો શણગાર છે.
મન મહીં ડૂબ્યા વગર શું જાણશો?,
અંતરે શાંતિ તો પારાવાર છે.

- રાકેશ ઠક્કર

સંસાર સળગી જાય છે

વાત વણસી જાય, લોકોને તમાશો થાય છે
એક નાની ભૂલમાં સંસાર સળગી જાય છે

- મહેશ યાજ્ઞિક

પ્રણયમાં ચોકડી તારી હતી

જીંદગી જાણે રમત શૂન-ચોકડી મારી હતી
ભાગ્યમાં મીંડુ, પ્રણયમાં ચોકડી તારી હતી

આવ-જા ના બેય પલ્લે પગ મુકી સાધ્યું અમે
લક્ષ્યમાં મારા, તમારી અધખુલી બારી હતી

વીરડીનાં શાંત જળ, અધ્યાય છે મીઠાશનાં
ને ઘૂઘવતાં સાગરોની વારતા ખારી હતી

એ ખરૂં વાતાવરણમાં ચોતરફ કલરવ હતો
જે હતી ટહુકામાં તારા, વાત કંઈ ન્યારી હતી

નાખુદા માન્યો તને, પણ ક્યાંય દીઠો ના ખુદા
માન કે ના માન, તારી સાવ ગદ્દારી હતી

- ડો. જગદિપ નાણવાટી

અમથીયે ક્યાં કોઈ અમને પડી છે

અમથીયે ક્યાં કોઈ અમને પડી છે
'જખ મારે દુનિયા' એ બુટ્ટી-જડી છે

હોઠે મેં પ્યાલી અડાડી હજી જ્યાં
મયખાનું પીધાની અફવા ઉડી છે

સપનાઓ બિચ્ચારા આળોટે રણમાં
વર્ષોથી બન્ને ક્યાં આંખો રડી છે

લક્ષમણની ખેંચેલી રેખાઓ સામે
ભીતરની ઈચ્છાઓ જંગે ચડી છે

મૃત્યુને સૌ કોઈ સંગાથે ગાજો
જીવતરના ગીતોની છેલ્લી કડી છે

- ડો. જગદિપ નાણવાટી

મસ્જીદ કે મંદિર ના નડ્યું

શબ્દ જે કહી ના શક્યું એ આંખથી સરકી પડ્યુ
કેમ જાણે રણ મહી મીઠું ઝરણ આવી ચડ્યું

એ અદા,ચંચલ હંસી, ઝુલ્ફો અને ગોરૂં બદન
સ્પર્શ નો પર્યાય હો એવી રીતે અમને અડ્યું

કંટકોના શહેરમાં, કંકર સમા છે દોસ્તો
લાગણી નામે અમોને એક પણ ઘર ના મળ્યું

હર પ્રસંગે આંસુઓ ચોધારને મુલવી જુઓ
કોણ કોની યાદમાં, ને કેટલું શાથી રડ્યું

આટલો તું રહેમદિલ ક્યારેય ન્હોતો એ ખુદા
આજ મયખાને જતાં, મસ્જીદ કે મંદિર ના નડ્યું

- ડો. જગદિપ નાણવાટી

હાથની રેખાના વળ

હાથની રેખાના વળ ખુલતા હશે
રાહમાં એનીજ સહુ જીવતાં હશે

ભોળપણ ને બાળપણ બન્ને હજુ
ઉંબરા પાસેજ ટળવળતાં હશે

છન્ન પાયલ, ને સુરાના છમ્મથી
કેટલાના કાળજા ઠરતાં હશે

મૈકદામાં ક્યાં કદી આવે ખુદા
બેઉ જોકે પ્રાસમાં મળતા હશે

બોધ પરવાના ઉપરથી લઈ બધાં
મોતની શમ્મા ઉપર જલતા હશે

- ડો. જગદિપ નાણવાટી

સપના રૂપે ય આપ ન આવો

સપના રૂપે ય આપ ન આવો નજર સુધી
ઊડી ગઈ છે નીંદ હવે તો સહર સુધી

મારા હ્રદયને પગ નીચે કચડો નહીં તમે
કે ત્યાંના માર્ગ જાય છે ઈશ્વરના ઘર સુધી

શ્રદ્ધાની હો સુવાસ પ્રતિક્ષાનો રંગ હો
એવાં ફૂલો ખીલે છે ફક્ત પાનખર સુધી

આંખોમાં આવતાં જ એ વરસાદ થઈ ગયા
આશાનાં ઝાંઝવાં જે રહ્યા'તાં નજર સુધી

મૈત્રીનાં વર્તુળોમાં જનારાની ખેર હો
નીકળી નહીં એ નાવ જે પહોંચી ભંવર સુધી

ઉપકાર મુજ ઉપર છે જુદાઈની આગનો
એક તેજ સાંપડ્યું છે તિમિરમાં સહર સુધી

મંઝિલ અમારી ખાકમાં મળતી ગઈ સદા
ઊઠતા રહ્યા ગુબાર અવિરત સફર સુધી

'બેફામ' તો યે કેટલું થાકી જવું પડ્યું
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી

- બરકત વિરાણી ‘બેફામ’

જીવન સ્થિર લાગે છે...

મને કંઈ એ રીતે નિદ્રામાં જીવન સ્થિર લાગે છે,
કે જાણે રાત દિનના ખ્વાબની તાબીર લાગે છે.

નહીં તો આપ દિલને આમ પથ્થરનું બનાવો નહિં,
મહોબ્બતની કોઈ મજબૂત એ તામીર લાગે છે.

ભરમ મારો જુદો છે બંધ મુઠ્ઠી રાખનારાથી,
મને મારા ઉઘાડા હાથમાં તકદીર લાગે છે.

નથી એમાં પ્રણયનો રંગ કે સૌંદર્યની રેખા,
હવે દિલ કોઈની જાણે જૂની તસ્વીર લાગે છે.

ચમનની જેમ રણને તો નથી દીવાલ-દરવાજા,
બધાંની હોય જાણે એવી એ જાગીર લાગે છે.

એ મુક્તિ હો કે બંધન હો, ચરણનો હાલ છે એક જ;
પ્રથમ લાગ્યાં હતાં કાંટા, હવે જંજીર લાગે છે.

નહીં તો વાદળી વરસ્યા વિના વિખરાઈ ના જાયે,
ધરા જેમ જ ગગનમાં ઝાંઝવાનાં નીર લાગે છે.

લલાટ આ રીતે નહિ તો ના ઘસે બેફામ સજદામાં,
કે એ તકદીર ભુંસવાની કોઈ તદબીર લાગે છે.

- બરકત વિરાણી ‘બેફામ’

હસ્તરેખામાં નથી હોતી....

સફળતા જિંદગીની, હસ્તરેખામાં નથી હોતી,
ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી.

સુભાગી છે સિતારા કે ગણતરી થાય છે એની,
પ્રણયમાં નહિ તો કોઈ ચીજ ગણનામાં નથી હોતી.

મને દીવાનગી મંજૂર છે આ એક બાબત પર,
મહોબ્બતની મજા તમને સમજવામાં નથી હોતી.

તમે મારા થયાં નહિ તોય મારા માનવાનો છું,
કમી સચ્ચાઈમાં હોય છે, ભ્રમણામાં નથી હોતી.

વધુ હસવાથી આંસુ આવતાં જોઈને પૂછું છું,
અસર એનાથી ઊલટી કેમ રોવામાં નથી હોતી ?

હવે આથી વધુ શું ખાલી હાથે દિન વિતાવું હું ?
કે મારી જિંદગી પણ મારા કબજામાં નથી હોતી.

ન શંકા રાખ કે મારી ગરીબી બહુ નિખાલસ છે,
છે એ એવી દશા જે કોઈ પરદામાં નથી હોતી.

ધરાવે છે બધા મારા જ પ્રત્યે સંકુચિત માનસ,
જગા મારે જ માટે જાણે દુનિયામાં નથી હોતી.

કોઈ આ વાત ને સંજોગનો સ્વીકાર ના માને,
જગતની સૌ ખુશી મારી તમન્નામાં નથી હોતી.

મને છે આટલો સંતોષ દુનિયાની બુરાઈનો,
વિકસવાની તો શક્તિ કોઈ કાંટામાં નથી હોતી.

બધે મારાં કદમની છાપ ના જોયા કરે લોકો,
કે મંઝિલ મારી મારા સર્વ રસ્તામાં નથી હોતી.

મળ્યો છે સૌને જીવનમાં સમય થોડોક તો સારો,
ફિકર પોતાની કોઈનેય નિદ્રામાં નથી હોતી.

બીજા તો શું મને અંધકારમાં રાખીને છેતરશે ?
કે મારી જાત ખુદ મારીય છાયામાં નથી હોતી.

ગઝલમાં એ જ કારણથી હું મૌલિક હોઉં છું ‘બેફામ’
પીડા મારાં દુ:ખોની કોઈ બીજામાં નથી હોતી.

- બરકત વિરાણી ‘બેફામ’

જુઓ જાહેરમાં તો

જુઓ જાહેરમાં તો ખાય છે એ સૌ દયા મારી,
કરી છે ખાનગીમાં જેણે જેણે દુર્દશા મારી.

વહાવે ગગન બસ ત્યારથી વરસાદનાં આંસુ,
યુગો પહેલા મેં સંભળાવી હતી એને વ્યથા મારી.

ગમે તેવા પ્રસંગો દઈ બગડી નાખી દુનિયાએ,
હતી નહીતો બહુ સારી જીવનની વાર્તા મારી.

ભલેને આજ મારી હાજરી માં ચુપ છે લોકો,
નહીં હું હોવ એ વખતે બધા કહેશે કથા મારી.

હસીને જો જરા મારી કબર પર વ્યંગ માં ‘બેફામ’,
જગત છોડી ગયો એ પછી થઇ છે જગ્યા મારી.

- બરકત વિરાણી 'બેફામ'

ઠોકર બનીને આવ

મંઝિલ બનીને આવ ન રહેબર બનીને આવ
મુઝ માર્ગમાં ભલે ન તું સહચર બનીને આવ
કિન્તુ મને ન છોડ અટૂલો પ્રવાસમાં
કાંઈ નહીં તો છેવટે ઠોકર બનીને આવ...

- બરકત વિરાણી 'બેફામ'

માફ હો

હો પ્રેમ જો ગુનાહ તો ગુનાહ માફ હો
ને લાગી જો નિગાહ તો નિગાહ માફ હો

ભલે મળે નહીં કદી ય મંજિલો અહીં
પસંદ છે આ રાહ તો એ રાહ માફ હો

હવે જ જિંદગી દીસે છે જીવવા સમી
થશે જીવન તબાહ તો તબાહ માફ હો

સદા હસે છે હોઠ, દર્દ ભીતરે ભરી
રખે ભરું જો આહ તો એ આહ માફ હો

ભલે ગગન સુધી જવાય ના કદી ‘સુધીર’
છે ઊડવાની ચાહ તો એ ચાહ માફ હો

- સુધીર પટેલ

બે કામ

જીવનમાં બે કામ તન્મયતાથી કર્યા છે
એકતો તને યાદ અને બીજું તને પ્રેમ
મનને મનાવવા આટલુંજ જરુરી છે
એકતો તારો ભ્રમ અને બીજું તારો વ્હેમ
તારી આસપાસજ રહેવાનાં કારણો
એકતો તુંજ લક્ષ્ય ને બીજું તું જ નેમ

- જયેશ ઉપાધ્યાય

હૈયે છે સતત નામ તારું

હૈયે છે સતત નામ તારું
ભુલથી ભુલવા ન વિચારું

રાતભર રાહ જોઇ એણે તારી
સ્વપ્નથી પણ રહ્યું એ બીચારું

હાથોની રેખામાં ટળવળે
કિસ્મતમાં લખ્યું છે અંધારું

ઠાલા શબ્દોનોજ એ ખેલ છે
કહી ક્યાં શકાયુ જે વિચારું

ભેદ પાડીજ પછીના શકાયો
આ મારું ને આ મન તારું

- જયેશ ઉપાધ્યાય

પ્રેમમાં કોઈ ફરક નથી....

બસ એટલું કે એના ઉપર મારો હક નથી,
એથી વિશેષ પ્રેમમાં કોઈ ફરક નથી.

કેવું મૂગું દરદ છે આ પહેલા મિલાપનું !
ધડકી રહ્યું છે દિલ અને દિલ બેધડક નથી

માપી લીધી છે મેં આ ગગન વિશાળતા,
તારી છબી છું ચીતરું એવું ફલક નથી.

શોભી રહ્યો છું હું તો ફક્ત તારી પ્રીતથી,
મારા જીવનમાં કોઈ બીજી ઝડઝમક નથી.

એવી રીતે મેં આશ વફાની તજી દીધી,
જાણે મને તમારા ઉપર કોઈ શક નથી.

એના વદનને જોઈને, ઓ ચાંદ માનનાર !
મારા વદનને જો કે જરાયે ચમક નથી.

આરામથી રહો ભલે, પણ અગવડોની સાથ,
આ મારું મન છે, કાંઈ તમારું મથક નથી.

જ્યાં હું ન હોઉં એવા ઘણાયે પ્રદેશ છે,
જ્યાં તું ન હોય એવો કોઈ પણ મુલક નથી.

- બરકત વિરાણી 'બેફામ'

નહોતી...

ગલતફહેમી ન કરજે, ઐશ માટે મયકશી નહોતી;
મને પણ શેખ! તારી જેમ આ દુનિયા ગમી નહોતી.

ખબર શું કે ખુદા પણ જન્મ આપી છેતરી લેશે?
જીવ્યો ત્યારે જ જાણ્યું કે એ સાચી જિંદગી નહોતી.

નથી એ દોષ તારો કે મળ્યાં છે, ઝાંઝવા, સાકી!
પીવા હું ત્યાં ગયો કે જ્યાં ઘટા કોઈ ચડી નહોતી.

બહુ કપરા દિવસ વીત્યા હતા તારી જુદાઈમાં;
કે નહોતી રાત જુલ્ફોની વદનની ચાંદની નહોતી!

મિલનની ઝંખના તો જો! કે તારી શોધ કરવામાં,
લીધી છે રાહ એવી પણ કે જે તારી ગલી નહોતી!

વિતાવી મેં વિરહની રાત એનાં સ્વપ્ન જોઈને;
કરું શું? મારી પાસે એક પણ એની છબી નહોતી.

મહોબ્બતમાં કશું ફળ ના મળ્યું; નિર્દોષતા તો જો!
રહી એ એવી જન્નત જ્યાં દખલ શયતાનની નહોતી.

હતી એક મુફલિસી પણ દોસ્ત, પડદામાં મહોબ્બતનાં,
હતાં ફાટેલ વસ્ત્રો, એ ફક્ત દીવાનગી નહોતી.

જે મારા પર દયા કરતા હતા, નહોતી ખબર એને,
કે એક અલ્લાહ વિના મારે જગતમાં કંઈ કમી નહોતી.

ન દો ઉપચારકોને દોષ મારા મોતને માટે,
એ કુરબાની હતી મારી, એ મારી માંદગી નહોતી.

રડ્યા ‘બેફામ’ સૌ મારા મરણ પર એ જ કારણથી,
હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી.

– બરકત વિરાણી 'બેફામ'

કેવો ફસાવ્યો છે મને....

ઓ હ્રદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને,
જે નથી મારા બન્યા, એનો બનાવ્યો છે મને,

સાથ આપો કે ના આપો, એ ખુશી છે આપની,
આપનો ઉપકાર, મારગ તો બતાવ્યો છે મને,

આ દુઃખ ના કાળમાં એને કરું છું યાદ હું,
મારા સુખના કાળમાં જેણે હસાવ્યો છે મને,

કૈં નહોતુ એ છતાં, સૌ એ મને લુંટી ગયા,
કૈં નહોતુ એટલે, મે પણ લુટાવ્યો છે મને,

આમ તો હાલત અમારા બેય ની સરખી જ છે,
મે ગુમાવ્યા એમને, એણે ગુમાવ્યો છે મને,

એ બધા “બેફામ” જે આજે રડે છે મોત પર,
એ બધાએ જિંદગી આખી રડાવ્યો છે મને.

- બરકત વિરાણી 'બેફામ'

શેર - મરીઝ

મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલો ના શેર,
વાંચી ને એ રહે છે બીજાના ખયાલ માં..
-------

મીઠા તમારા પ્રેમ ના પત્રો સમય જતા
નહોતી ખબર કે દર્દ નુ વાંચન બની જશે.
-------

ચિત્રુ છું એનુ નામ હથેળી પર 'મરીઝ'
વિશ્વસ મને મારા મુક્કદ્દર પર નથી
-------

નથી સ્પર્શી શકાતુ સહિત્યને અલ્પ વાણીથી,
નથી ભિંજાતુ આકશ વાદળ ના પાણીથી.
-------

આ જીણા રમકડા બહુ મનહર લગ્યા ,
સૌંદર્ય અને રંગ થી સરભર લગ્યા.
ઇન્કાર હતો પત્રમાં પણ પ્રેમ તો જો,
હસ્તાક્ષરો તારા મને સુંદર લગ્યા.
-------

થયું મોડુ છત્તા કામ થયું,
સૌના મોઢામાં રામ રામ થયું.
સઘડા સદગત મને કહે છે મરીઝ,
ચાલો મર્યા પછી તો નામ થયું.
-------

સુરા રાતે તો શું વહેલી સવારે પી ગયો છું હું,
સમય સંજોગોના ગેબી ઇસારે પી ગયો છું હું.
કોઇ વેળા કશી ઓછી મળે તો એની શીકાયત શું,
ઘણી વેળા ગજાથી વધારે પી ગયો છું હું.
-------

- મરીઝ

હૈયું કદાચ આંખથી...

હૈયું કદાચ આંખથી ઠલવાઈ જાય તો,
નિર્દોષ મારી પ્રેમ વગોવાઈ જાય તો.

વિસરી રહ્યો છું પાછલું સૌ એજ કારણે,
મારવાને બદલે જો કડી જીવી જાય તો.

એકાંતમાં તો આયનો પણ ના ખપે મને,
મારી જ સામે મારાથી રોવાઈ જાય તો.

શબ્દોના ભાવ મોં ઉપર રાખી લીધા ‘અમર’
આવે એ પેહલા આંખ જો મીંચાઈ જાય તો.

- ‘અમર’ પાલનપુરી

શોધુ છું....

મારા ખોવાયેલા અસ્તિત્વ ને શોધુ છું,
હું મુંજને મુંજમાં શોધુ છું.
આશ્ચર્ય છે મને કે,
મારા બનવેલા દાયરા હું ખુદ તોડુ છું.
ખુબજ મુશ્કેલ છે પોતાની નજર માં પડી ને ચઢવું,
એજ મુંજવણમાં હું ખોવાયો છુ.
વ્યથા મારી 'હું' કોને કહું,
ભુલો કરી છે મે અને હું ખુદ અદાલત છું.

- 'હું' કિરણકુમાર રોય

વાતને ભૂલી ન જા...

એક વેળા તેં મને ચાહ્યો હતો એ વાતને ભૂલી ન જા,
આપણે પર્વતને પણ તોડ્યો હતો એ વાતને ભૂલી ન જા.

તેં જ તો આકાશ ફાડયું, તું જ ચમકી, ઝરમરી, વરસી પડી,
હું જ એ વરસાદમાં નાહ્યો હતો એ વાત ને ભૂલી ન જા.

તું હલેસાં શ્વાસનાં લઈ નીકળી’તી કેટલા ઉત્સાહથી !
ને મને દરિયો ગણી ખેડ્યો હતો એ વાતને ભૂલી ન જા.

તેં ભલે ને સાવ અમથો માર્ગ બદલાવ્યો હશે, તો પણ અહીં-
એક આખો કાફલો તુટ્યો હતો એ વાત ને ભૂલી ન જા.

એક ક્ષણમાં આ બધું ભૂલી જશે તો છે તને અધિકાર, પણ-
એક વેળા તેં મને ચાહ્યો હતો એ વાત ને ભૂલી ન જા.

- શ્રી હર્ષદ ત્રિવેદી

મળી જાય....

મરતા ને એક પનારો મળી જાય,
મને જો તારો સહારો મળી જાય.
જીવવાની આશ મને પણ છે,
જો આ વાત તને સમજાઇ જાય.
સર તો કરવા છે ઘણા મોરચા,
જો હથિયાર માં તારા પ્રેમનું અભયદાન મળી જાય.
'હું' તો જગત તુજ માંજ ઝંખુ છું,
કદાચ તને પણ મારા માં એવું કંઈક દેખાઈ જાય.

- 'હું' કિરણકુમાર રોય.

વ્હાલમની વાત કંઇ વ્હેતી કરાય નહીં

વ્હાલમની વાત કંઇ વ્હેતી કરાય નહીં;
હળવેથી હૈયાને હલકું કરાય નહીં!

ગુનગુનતા ભમરાને કીધું કે દૂર જા,
કળીઓના કાળજામાં પંચમનો સૂર થા;
ફોરમના ફળિયામાં ફોગટ ફરાય નહીં:
હળવેથી હૈયાને હલકું કરાય નહીં!

કુંજકુંજ કોયલડી શીદને ટહુકતી,
જીવન વસંતભરી જોબનિયે ઝૂકતી;
પાગલની પ્રીત કંઈ અમથી હરાય નહીં:
હળવેથી હૈયાને હલકું કરાય નહીં!

પાગલની આગળ આ અંતરને ખોલવું,
બોલ્યું બોલાય નહીં એવું શું બોલવું?
ઘેલાની ઘેલછાથી ઘેલાં ધરાય નહીં;
હળવેથી હૈયાને હલકું કરાય નહીં!

- અતુલ પુરોહિત

એક બેવફા....

ભાંગ્યા મનની આદત એવી, કે ભૂલનારાને ભૂલે નહીં;
એક ડાળ ઝૂલ્યો મનપંખી, હવે બીજી ડાળે ઝૂલે નહીં.

એક બેવફા મારા મનદર્પણમાં દર્શન દઇને ચાલી ગઇ,
કરી સ્નેહનું સર્જન, વિસર્જન થઇ ચાલી ગઇ.
એક બેવફા....

ઝંખી-ઝંખી ઓ મનપંખી, ક્યાં સુધી રીબાવું?
તરસ્યા રહીને મૃગજળ માટે, ક્યાં સુધી વલખાવું?
એક બેવફા....

એક બેવફા શબનમ બદલે,
આંસુવન વરસાવી ચાલી ગઇ.
એક બેવફા....

ઓ બેરહમ તેં ફૂલ બિછાવી, કંટક નીચે રાખ્યા;
તું થઇ બેઠી ગુલ કોઇનું, કાંટા મુજને વાગ્યા.
એક બેવફા....

એક બેવફા બાગ બનાવી,
આગ લગાવી ચાલી ગઇ.
એક બેવફા....

થોડું સારું લાગે.....

તમે વાતો કરો તો થોડું સારું લાગે,
આ દૂરનું આકાશ મને મારું લાગે.

વૃક્ષો ને પંખી બે વાતો કરે છે
ત્યારે ખીલે છે લીલેરો રંગ;
ભમરાના ગુંજનથી જાગી ઊઠે છે
ફૂલોની સૂતી સુગંધ રે..

તમે મૂંગા તો ઝરણું પણ ખારું લાગે
તમે વાતો કરો તો થોડું સારું લાગે.
રોમાંચે રોમાંચે દીવા બળે
અને આયખું તો તુલસીનો ક્યારો;

તારી તે વાણીમાં વ્હેતો મૂકું છું હું
કાંઠે બાંધેલો જનમારો.
એક અમથું આ ફૂલ પણ ન્યારું લાગે
તમે વાતો કરો તો થોડું સારું લાગે.

- સુરેશ દલાલ

લોકોએ...

હાથોમા પોતાના જ શરીર ઉપાડ્યા છે લોકોએ
ચહેરા પર કેટલા ચહેરા લાગાડેલા છે લોકોએ
આંખોમા છે મજબુરી, છે મુશ્કાન હોઠો પર
હ્રદયમા કેટલાય દુઃખો છુપાવેલા છે લોકોએ
માણસોના હકની વાત અહીં કોણ કરે
કહેવા માટે તો આભ ઉપાડેલુ છે લોકોએ
ગભરાયેલુ છે શહેર પક્ષીઓ પણ છે ડરેલા
હાલતથી નજરો છુપાવી રાખી છે લોકોએ
ગામડુ હોય કે શહેર લોહીથી ડુબેલી છે નદી
તલવારને પોતાના હાથોમા ઉપાડેલી છે લોકોએ
કંઇક તો કરો કે થાય રોશની અહી
ઘેટાઓની ભીડને જ પોતાની માની છે લોકોએ

- નીશીત જોશી

શા માટે કરીયે...

વફા જ જ્યારે ન ગમે તેવી વફા શા માટે કરીયે
દુઆ જ્યારે આકાશે ન પહોંચે તેવી દુઆ શા માટે કરીયે

પેલી દિવાનીના સપના રાતદિન જોઇયે રાખીયે
નસીબમા જો સપના જ હોય તો મળવાની ઇચ્છા શા માટે કરીયે

દિલની હરએક ધડકન તેને દુઆ આપે હર ધડી
તેઓ સાંભળ્યુ ને અણસાંભળ્યુ કરે તો પ્રેમએકરાર શા માટે કરીયે

તેની યાદ તડપાવશે જીવનભર આ રીતે જ
સારૂ તો એ છે ભુલી જાવ 'નિશિત' ધાવ ને નાસુર શા માટે કરીયે

- નીશીત જોશી

તારો વાસ લાગે છે...

તુ નથી તો આ જગત ઊદાસ લાગે છે,
પુનમ ની રાતોય મુજને અમાસ લાગે છે,
અણુ અણુ મા જગતના નિહાળુ છુ તને,
નયન ની કીકી મા પણ તારો વાસ લાગે છે...

દરેકને મંજીલ નથી મળતી

આ દુનિયામા હર કોઇને ગમતી વસ્તુ નથી મળતી.
મળવા ખાતર મળી જાય છે બધુ,મન ને શાંતિ નથી મળતી.

કોઇક એવુ હોય છે જેને પામવા મન સતત અધીરુ હોય છે,
પણ મનની અધીરાઇ સમજી સકે તેવી વ્યકિત નથી મળતી.

જેને શોધતા હોય છે નયન તેવી છબી નથી મળતી.
મનમા અવિરત તરવરતી હોય છે, એ આક્રુતિ નથી મળતી.

પ્રેમમાં મળી તો જતા હોય છે મન,પણ નસીબની રેખા નથી મળતી.
ચાલી નીકળે છે બધા પ્રેમના માર્ગે પણ, દરેકને મંજીલ નથી મળતી.

કિસ્મત લખેલી અમારી છે...

આ જિંદગી આમ જુઓ તો અમારી છે
પણ એમા થોડી મહેરબાની તમારી છે
ભલે ને ઉગી તમારા હાથમાં એ રેખાઓ
પણ એમા કિસ્મત લખેલી અમારી છે...

પ્રેમ કરતા પણ પ્રેમ છે

પ્રેમ કરતા પણ પ્રેમ છે તારા પ્રેમ માં,
જિંદગી સ્વર્ગ ની જેમ છે તારા પ્રેમ માં,
તારા વિના ક્યાંય ના ચાલે હવે તો,
જીવવું મરવું છે તારા પ્રેમ માં...

સાહસ અમે કરી લીધુ...

કોઇ ના કરે એવુ સાહસ અમે કરી લીધુ,
બધા જિવે છે આજે ને અમે મરી લીધુ,

એના જ પ્રેમ થી અમે સળગી ગયા,
ને હજારો માઈલો નુ અન્તર ભરી લીધુ,

એની હતી એવી દશા કે મળ્યા નહી,
પણ અમે તો ના મળ્યા તોયે મળી લીધુ,

એને મળેલ રસ્તાઓ રડી ને જોઇ લીધા,
ને પછી આન્ખો મા એની યાદ નુ અમ્રુત ભરી લીધુ,

હવે મરુ તો પણ “વિવેક” દર્દ થોડુ ઓછુ થશે,
હવે તો સ્થાન પણ કબર મા મે લઈ લીધુ…

- વિવેક ટાંક

માન અહીં આપવું પડે.....

સમયને સઘળુ માન અહીં આપવું પડે,
ચાલેલું અન્તરેય કોક દી’ માપવું પડે,

રાખવી હોય ગઝલ ને જીવતી જો પાનમાં,
તો કલમમાં શાહીનું ટીપું નાખવું પડે,

સબન્ધમાં તો કેવી બનાવટ થાય છે અહીં,
નામ પણ દોસ્તનું દુશ્મનમાં છાપવું પડે,

રેખાઓ હાથની રોજ તો સાથમાં થોડી હોય ?,
વેરાન રણ ધીમા પગલે કાપવું પડે,

પ્રણયની ગૂઢ વેદનાઓ જાણવા “વિવેક”,
કાજળ સ્નેહનું આન્ખ સાથે ચાંપવું પડે

- વિવેક ટાંક

કારણ વગર.....

આપણું મળવાનું ક્યાં સંભવ હવે, કારણ વગર
ફોડ પાડીને કહું તો, લાભ કે વળતર વગર

જંગલો ખૂંદી વળેલો, ગામનો જણ – શહેરમાં
બેધડક રસ્તા ઉપર નીકળી શકે નહીં ડર વગર

કાળ તો તત્પર સદા, મારા પ્રહારો ઝીલવા
હું જ પાગલ હાથ ફંગોત્યા કરું ગોફણ વગર

માણસોને ચારવા નીકળી પડેલું આ નગર
સાંજના, ટોળું બની પાછું ફરે માણસ વગર

હું હજારો યુધ્ધનો લઇને અનુભવ શું કરું ?
જિંદગીમાં કાયમી લડવાનું છે લશ્કર વગર

તું ગરીબી આટલી, ક્યારેય ના દેતો ખુદા
આંગણે આવેલ પંખીને ઉડાડું ચણ વગર.

– હિતેન આનંદપરા

તારા સુધી પગેરું આ લંબાય પણ ખરું

તારા સુધી પગેરું આ લંબાય પણ ખરું
આશ્ચર્યનો સ્વભાવ છે, સર્જાય પણ ખરું

જળથી કમળની જેમ ક્યાં અળગું રહી શકે
હૈયું છે દોસ્ત, કો’ક દી ભીંજાય પણ ખરું

માનવહ્રદયની આ જ તો ખૂબી છે દોસ્તો
વેરાય પણ ખરું ને સમેયાટ પણ ખરું

રાખો શરત તો એટલું સમજીને રાખજો
ક્યારેક મત્સ્ય, કર્ણથી વીંધાય પણ ખરું

જીવન એ ભ્રમનું નામ છે, બીજું કશું નથી
એ તથ્ય કો’ક દી’ તને સમજાય પણ ખરું

આ મૌન ચીજ શું એ, એ આજે ખબર પડી
જો બોલકું થયું તો એ પડઘાય પણ ખરું

સાચો પ્રણય ઘણુંખરું અદ્રશ્ય રહે અને
એનું જ બિંબ આંખમાં ઝીલાય પણ ખરું

જાગ્યા પછી નયનને ‘સહજ’ બંધ રાખજો
સપનું પલકની કેદમાં રહી જાય પણ ખરું

- વિવેક કાણે ‘સહજ’

તમે પાંખો કાપીને આભ અકબંધ રાખ્યું

તમે પાંખો કાપીને આભ અકબંધ રાખ્યું
ને એનું તે નામ તમે સંબંધ રાખ્યું

મારાં સઘળાં દુવારને કરી દીધા બંધ
ને આમ તમે આંખોને કરી દીધી અંધ
તમે કાંટાળા થોરનો આપ્યો મને સ્પર્શ
ને એનું તે નામ તમે સુગંધ રાખ્યું.

હું તો વહેણમાં તણાઇ મને કાંઠો નથી
ને આપણા સંબંધની કોઇ ગાંઠો નથી
અછાંદસ જેવો છે આપણો આ પંથ
ને એનું તે નામ તને છંદ રાખ્યું…

- પન્ના નાયક

પ્રયોજન સાવ જુદાં છે....

સજાવેલા એ તખ્તાનાં પ્રયોજન સાવ જુદાં છે.
અને પાડેલ પરદાનાં પ્રયોજન સાવ જુદાં છે.

ભલે બેઠાં નિરાંતે તાપણે સાથે મળીને સૌ,
બધાં લોકોની ચર્ચાનાં પ્રયોજન સાવ જુદાં છે.

હવે તો જાતને પણ જાળવીને ચાલવું પડશે,
અહીં પ્રત્યેક પગલાનાં પ્રયોજન સાવ જુદાં છે.

દિશા એક જ છતાં જુદી દશાની શક્યતાઓ છે,
જરા ફંટાતા રસ્તાનાં પ્રયોજન સાવ જુદાં છે.

કવિ, કાગળ, કલમ સઘળું ભલે હો એકનું એક જ,
છતાં મત્લા ને મક્તામાં પ્રયોજન સાવ જુદાં છે.

- નીતિન વડગામા

કોઈ આવીને ઊભું છે આંગણામાં

કોઈ આવીને ઊભું છે આંગણામાં,
થાય છે મારું રૂપાંતર બારણામાં.

સ્હેજ પણ એના સગડ ક્યાં સાંપડે છે ?
શ્વાસ પણ ખર્ચાય કેવળ ધારણામાં.

એટલે અંદર અજંપો ઊછરે છે,
કૈંક ખૂટે છે હજી પણ આપણામાં.

એક ક્ષણ બાળી અને ધરબી દીધી છે,
તોય એ ઊગ્યા કરે સંભારણાંમાં.

વય વધે છે, સૂર્ય પણ માથે ચડે છે,
ને બધાં પોઢી રહ્યાં છે પારણામાં.

સાંજ સઘળી ડૂબતી જાયે છતાંયે,
મન હજી પણ વ્યસ્ત છે વિચારણામાં.

- નીતિન વડગામા

તું આવી હશે.....

એ જ ભણકારા રહે હરપળ કે તું આવી હશે,
દૂર સુધી શ્હેર આ ઝળહળ કે તું આવી હશે.

ઠેઠ પાતાળેથી પ્રગટ્યાં જળ કે તું આવી હશે,
સાવ નોખાં લાગતાં હર સ્થળ કે તું આવી હશે.

હા હતી સાબરમતી પણ નામની કેવળ નદી,
બેઉ કાંઠે એય છે ખળખળ કે તું આવી હશે.

શ્વાસ-આંખો-ઉંબરો-આંગણ ને રસ્તાઓ બધા,
રોજ કરતાં છે વધું વિહ્વળ કે તું આવી હશે.

ક્યાં હવે સજ્જડ કોઇ કારણ રહ્યું છે તે છતાં,
ટેવવશ થઇ જાય છે અટકળ કે તું આવી હશે.

- રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

આ શમણું આંખને અડકે..

જે નાજુકાઈથી આ શમણું આંખને અડકે,
તું એ જ રીતથી મારા વિચારને અડકે.

શું તારા સ્પર્શથી એને થતી નથી તૃપ્તિ?
ન હોય તું જો કને, તારી યાદને અડકે.

ઊગી છે પાણીમાં તું આ કિંવા કમળ થઈને,
હશેને કૈંક તો એવું કે જે તને અડકે ?!

દસ આંકડા જ છે છેટો ભૂલો પડ્યો ટહુકો,
દસ આંગળામાં નથી દમ કે ફોનને અડકે. *

સતત હૃદય, બધા કોષો અને મગજને અડે,
વિચાર લોહી જેવો છે, દરેકને અડકે.

ઘડી ઘડી તને લેવો પડે, શી મજબૂરી !
હે શબ્દ ! શ્વાસ થઈ શાને તું મને અડકે ?

- વિવેક મનહર ટેલર

પ્રાણ પણ નથી...

તુજમાં હું સરથી પગ સુધી રમમાણ પણ નથી,
ઊંડે ગયો છું કેટલે એ જાણ પણ નથી.

આવી ઊભો છું યુ્દ્ધમાં વિશ્વાસ લઈને ફક્ત,
બખ્તર નથી શરીરે, શિરસ્ત્રાણ પણ નથી.

મળતાંની સાથે માર્ગ તેં બદલ્યો, મને તો એમ -
સઘળું પતી ગયું, હવે ખેંચાણ પણ નથી.

જ્યાં મૂક્યું સર ખભે કે ગ્રહી વાત દિલની લે,
સગપણમાં ક્યાંય એટલું ઊંડાણ પણ નથી.

હો લાખ પ્યારું પણ યદિ છોડો ન હાથથી,
તો વીંધે લક્ષ્ય એવું કોઈ બાણ પણ નથી.

શ્વાસે વણીને શબ્દ રચી સાદડી છ ફૂટ,
તૂટ્યો જો તાર શબ્દનો તો પ્રાણ પણ નથી.

- વિવેક મનહર ટેલર

જગત જ્યારે જ્યારે કનડતું રહે છે...

જગત જ્યારે જ્યારે કનડતું રહે છે,
મને કંઈક મારામાં જડતું રહે છે.

છે દિલ પર અસર શેનાં આકર્ષણોની ?
નથી ઢાળ તો પણ ગબડતું રહે છે.

પડે જેમ ખુશબૂનાં પગલાં હવામાં,
કોઈ એમ મારામાં પડતું રહે છે.

રહી દૂર કોઈ રહે ઠેઠ ભીતર,
રહી પાસે કોઈ, અછડતું રહે છે.

આ મન છે કે માણેકશાની ચટાઈ ?
બને દહાડે, રાતે ઊખડતું રહે છે.

આ વાતાનુકૂલિત મકાનોની પાછળ,
જરઠ ઝાડ કંઈ-કંઈ બબડતું રહે છે.

હથેળીની ભાષા અડી ગઈ’તી ક્યારેક,
કબૂતર હજી પણ ફફડતું રહે છે.

-વિવેક મનહર ટેલર

બનશે નહીં...

રક્તથી સીંચાઈને બનશે નહીં,
ઈંટ કોઈ પણ અહીં ટકશે નહીં.

લોહીના એક બુંદથી હો કિંમતી
એવો પત્થર વિશ્વમાં મળશે નહીં.

શ્વાસમાં મ્હોર્યો હતો વિશ્વાસ જે,
કોઈ આંખોમાં કદી જડશે નહીં.

બાબરી બાંધો કે મંદિર, વ્યર્થ છે -
કોઈ કોઈને હવે ભજશે નહીં.

રામલલ્લા બોલો કે અલ્લાહ્ કહો,
એ અહીં મળતાં નથી, મળશે નહીં.

આદમીના દિલથી થઈને દિલ લગી
જાય એ રસ્તો હવે બનશે નહીં.

- ડૉ. વિવેક મનહર ટેલર

નહિ રૂઠું,....

મનાવી ના શકે તું એ રીતે ક્યારેય નહિ રૂઠું,
છતાં માનું નહીં તો માનજે એ રુસણું તું જૂઠું.

ઉઘાડો તો ખબર પડશે છે પાનાં યાદનાં કેવાં?
ઉપર તો માત્ર દેખાશે સદા બરછટ, કઠણ પૂંઠું.

દીવાલો ફાડીને જો પીપળો ઊગી શકે છે તો
કદી શું કોઈ મોસમમાં નહીં પર્ણાય આ ઠૂંઠું? !

સરાણે શ્વાસની કાયમ અમે શબ્દોની કાઢી ધાર,
ફકત એ કારણે કે કાવ્ય કોઈ ના રહે બૂઠું.

..અને એકાદ દિવસે ઊંઘ થોડી લાં…બી થઈ જાશે,
મને ઊઠાડવાને માટે મથશે તું, નહીં ઊઠું.

- ડૉ. વિવેક મનહર ટેલર

ગઝલ...

જન્મી જવાની જ્યારે કરે પેરવી ગઝલ,
રણ જેવા રણમાં વહેતી કરી દે નદી ગઝલ.

ઝાકળ પડ્યું છે શબ્દનું જીવતરના ફૂલ પર,
ભીની થયેલી ખુશ્બૂને સૌએ કહી ગઝલ.

જીવી શક્યો અઢેલીને જીવનના દર્દને,
ઓકાત શી છે પીઠની? તકિયો બની ગઝલ.

દીવાલ સાવ કોરી તો ચાલે ના એટલે
મનગમતી ચીજ યાદ કરી ભેરવી ગઝલ.

ધરબી હતી મેં જાત પ્રતીક્ષાની ભોંયમાં,
અણસાર થઈ કૂંપળ જે ફૂટી તે હતી ગઝલ.

મેં શ્વાસ તારા નામનો ઊંડો લીધો જરા,
લોહીના પાને-પાને ત્યાં તો ઊભરી ગઝલ.

- ડૉ. વિવેક મનહર ટેલર

બધાનો હોઇ શકે...

બધાનો હોઇ શકે, સત્યનો વિકલ્પ નથી;
ગ્રહોની વાત નથી, સૂર્યનો વિકલ્પ નથી.

પાતાળે શાખ વધી, મૂળ સર્વ આકાશે,
અમારા બાગના આ વૃક્ષનો વિકલ્પ નથી.

હજારો મળશે મયૂરાસનો કે સિંહાસન,
નયનનાં આંસુજડિત તખ્તનો વિકલ્પ નથી.

લડી જ લેવું રહ્યું મારી સાથે ખુદ મારે,
હવે તો દોસ્ત, આ સંઘર્ષનો વિકલ્પ નથી

કપાય કે ન બળે, ના ભીનો વા થાય જૂનો,
કવિનો શબ્દ છે, એ શબ્દનો કોઇ વિકલ્પ નથી.

પ્રવાહી અન્ય ન ચાલે ગઝલની રગરગમાં,
જરૂરી રક્ત છે ને રક્તનો વિકલ્પ નથી.

- મનોજ ખંડેરિયા

રોશનીના સમ તને..,,

હામ હારી ના જઇશ મર્દાનગીના સમ તને,
ઘોર અંધારાએ દીધા રોશનીના સમ તને..

છપ્પા

આંધળો સસરો ને સરંગટ વહુ, એમ કથા સાંભળવા ચાલ્યું સહુ.
કહ્યું કાંઈ ને સમજ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું.
ઊંડો કૂવો ને ફાટી બોક, શીખ્યું સાંભળ્યું સર્વે ફોક.

માણસ વચ્ચે માણસ..

માણસ વચ્ચે માણસ થઈ પંકાઈ ગયેલો માણસ છું .
વહેચણ વચ્ચે વહેચણ થઈ વહેચાઈ ગયેલો માણસ છું.

એ જ અમારું યૌવન છે ભીનાશ તમારા આંગણની,
વાદળની ઝરમર થઈ પથરાઈ ગયેલો માણસ છું.

દર્દોને રાહત છે તો ઉપચાર જરુરી કોઈ નથી,
દુનિયાના ઝખમો જીરવી રુઝાઈ ગયેલો માણસ છું.

યત્ન કરો જો મનાવવાના તરત જ માની જઉં
અમથો અમથો આદતવશ રીસાઈ ગયેલો માણસ છું.

“નાઝીર” એવો માણસ છું જે કેમે કરી વિસરાય નહીં
જાતને થોડી ખર્ચીને ખર્ચાઈ ગયેલો માણસ છું.

- નાઝિર દખૈયા

હું હાથને મારા ફેલાવું....

હું હાથને મારા ફેલાવું, તો તારી ખુદાઇ દુર નથી,
હું માંગુ ને તું આપી દે, એ વાત મને મંજુર નથી.

શા હાલ થયા છે પ્રેમીના, કહેવાની કશી ય જરૂર નથી,
આ હાલ તમારા કહી દેશે, કાં સેંથીમાં સિંદુર નથી?

આ આંખ ઉધાડી હોય છતાં, પામે જ નહીં દર્શન તારા,
એ હોય ન હોય બરાબર છે, બેનુર છે એમાં નુર નથી.

જે દિલમાં દયાને સ્થાન નથી, ત્યાં વાત ન કર દિલ ખોલીને,
એ પાણી વિનાના સાગરની, ‘નાઝીર’ને કશી ય જરૂર નથી.

- નાઝીર દખૈયા

હમણાં હમણાં

પંખીએ ઘર બાંધ્યું પાછું હમણાં હમણાં
ઝાડ ફરી લાગે છે તાજું હમણાં હમણાં

કોનો એને સંગ થયો છે ખબર નહીં
બોલે છે એ સાવ જ સાચું હમણાં હમણાં

પહેલાં તો હું સૂરજ સાથે ફરતો’તો
જરા આગિયો જોઈ દાઝું હમણાં હમણાં

તમે કોઈને ભૂલચૂકે ના ગાળો દેતાં
આવે છે ઈશ્વર આ બાજુ હમણાં હમણાં

સવાર મારી હત્યાથી લૂંટાઈ જતી
મેં પણ બંધાવ્યું છે છાપું હમણાં હમણાં

– મુકેશ જોષી

કંઈક કષ્ટ છે એ વાત

કંઈક કષ્ટ છે એ વાત ગોળગોળ ન કર
જે કહેવું હોય તે કહી નાખ, ચોળચોળ ન કર

છે સ્તબ્ધ સાંજ, તું બારી સમીપ ઊભો છે
સજળ છે આંખ ને હસવાનો આમ ડોળ ન કર

પીડા જો નગ્ન રહેશે તો કુદરતી રહેશે
તું કોઈ વસ્ત્ર એને માટે ખોળખોળ ન કર

રહેશે એ જ વજન, એ જ વલણ, એ જ ચમક
મનુષ્યને તું ત્રાજવામાં તોળતોળ ન કર

ભીનું રહસ્ય હતું, આંખથી ન સચવાયું
તું વ્યર્થ ઢાંકપિછોડો, અરે કપોળ ! ન કર

બધી વસંત કાંઈ નમણી નથી હોતી, રમેશ
બધી વસંતમાં તું જીવ ઓળઘોળ ન કર.

– રમેશ પારેખ

તો જોઇ લેવા દે..

આ દોસ્તોની લગનને તો જોઇ લેવા દે
મરું એ પહેલાં કફનને તો જોઇ લેવા દે.

પછી નજરમાં કોઇ ફૂલ પણ ખટકશે મને,
બસ એક વાર ચમનને તો જોઇ લેવા દે.

ઓ મારા મોત, ઘડી બે ઘડી તો થોભી જા!
જરા ફરીને વતનને તો જોઇ લેવા દે.

નથી, મેં જોયું કદી એને આંખ ઉઠાવીને,
ઓ દિલ, હવે આ જીવનને તો જોઇ લેવા દે.

નકાબ ઓઢી હતી જેને ઉમ્રભર તારી
ઓ પ્રેમ, એના વદન ને તો જોઇ લેવા દે.

- અદી મિરઝાં

કેવળ દુઆનો દોર.

કેવળ દુઆનો દોર ઉપર દોર હોય છે,
સાથે ગઝલ લખ્યાની મજા ઓર હોય છે !

સુક્કાં થયેલાં ફૂલ કહે રંગ ક્યાં ગયા ?
સાચ્ચે જ ખુશબૂઓના અલગ ન્હોર હોય છે.

કાં તો તૂટી જશે ને નહીંતર ખૂટી જશે,
યાદો જૂનીપુરાણી ને કમજોર હોય છે.

દિવસની જેમ રાત પડે આંખમાં ઊગે,
સપનું દઝાડવાનો નવો પ્હોર હોય છે.

ચૂકવું છું ક્યારનોય વિરહ રોકડો કરી,
તારું મિલન તો ખૂબ નફાખોર હોય છે.

– અંકિત ત્રિવેદી

દર્પણનું બિંબ

દર્પણનું બિંબ કામ કોઈ આવશે નહીં,
સરનામું પૂછશો નહીં, બતાવશે નહીં

પગલીને મારી ભૂંસવા જ હું મળ્યો તને,
તારી ગલીને એ હવે સજાવશે નહીં.

તું પણ બનીને દોસ્ત છોને આવતો ખુદા,
તું પણ જરૂર હશેને ત્યારે આવશે નહીં

લાચાર ક્ષણ હશે અને હસાવતી હશે,
સામે ઊભી હશે અને લખાવશે નહીં.

આ શ્વાસ બ્હાર નીકળીને કહી રહ્યાં મને,
ક્યારેક બ્હાર આવવાનું ફાવશે નહીં.

- અંકિત ત્રિવેદી

તરત તને સમજાય.

મારાં સપનાં તારી આંખે સાચાં પડતાં જાય
હું કંઈ પણ ના બોલું પણ તરત તને સમજાય.

- અંકિત ત્રિવેદી

પર્વતને નામે પથ્થર

પર્વતને નામે પથ્થર, દરિયાને નામે પાણી,
‘ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની?
ઈચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી.

આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ,
મારે ઘરે પધારો ઓ ગંજીપાની રાણી.

ક્યારેક કાચ સામે, ક્યારેક સાચ સામે,
થાકી જવાનું કાયમ, તલવાર તાણી તાણી.

થાકી જવાનું કાયમ, તલવાર તાણી તાણી,
‘ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

- ચિનુ મોદી

જામ

જીવું છું આમ ને શું કામ છું હું ?
સૂરાલય માં પૂછાતું નામ છું હું.
હશે બેમાંથી કોની બદનસીબી ?
તમે અડક્યાં નહીં તે જામ છું હું.

- ચિનુ મોદી

કોઇ ઇચ્છા....

કોઇ ઇચ્છાનું મને વળગણ ન હો,
એ જ ઇચ્છા છે, હવે એ પણ ન હો.

કોઇનામાં પણ મને શ્રધ્ધા નથી,
કોઇની શ્રધ્ધાનું હું કારણ ન હો.

ઝાંઝવાં હરણાં થઇ દોડી ગયાં,
ને હરણને દોડવાને રણ ન હો.

આંધળો વાયુ થઇ ભટક્યા કરું,
જો ફૂલોને એની અકળામણ ન હો.

આપમેળે બંધ દરવાજા થશે.
મોત માટે કોઇ પણ કારણ ન હો.

- ચિનુ મોદી

મારું સર્વસ્વ છો તમે

મારા જીવનરૂપી બાગમાં
આવનાર વસંતરૂપી બહાર છો તમે,

રણ માં હરિયાળી લાવીને
સુંદર બનાવનાર છો તમે,

પણ ડર લાગે છે ભયાનક રણમાં
રહેલ મૃગજળ તો નથી ને તમે,

નહીં માનો પણ મારું સર્વસ્વ છો તમે.....

એમ જ ચાહશો

તમારી સાથે મારો જુગ જુગ નો નાતો,
હૈયામાં છે હજારો મીઠી વાતો,
દિલ ની ધડકન અને આતુર આ આંખો,
પૂછી રહી છે શું તમે પણ મને આમ જ ચાહશો?????

નિષ્ઠુરતા.......

હજાર વાત કરે આંખ, હોઠ કંઇ ન કહે,
આ એક પ્રકારની નિષ્ઠુરતા છે, લાજ નથી.
- મરીઝ

આપણા માટે સમજદારી નથી...

આપણા માટે સમજદારી નથી
મારી વાતો સાચી છે, સારી નથી.

વાવના એકાંત વચ્ચે કાંકરી,
પાણી જેવી સાવ નોધારી નથી.

એક બે કિસ્સાથી હું બદનામ છું
મારી આખી રાત ગોઝારી નથી.

સૂર્ય છોને ઊગ્યો અડધી રાતના!
ઓસ નાં ફુલોમાં કંપારી નથી.

દોડતા શ્વાસો અટકવા જોઇએ
મારી ઇચ્છા મારી લાચારી નથી.

- ચિનુ મોદી

કેમ પડતું નથી

કેમ પડતું નથી બદન હેઠું,
ક્યાં સુધી જીવવાનું દુ:ખ વેઠું.

દેહમાંથી માંડ બ્હાર આવ્યો ત્યાં,
અન્ય બીજું કોઈ જઈ પેઠું.

અગ્નિજ્વાળા શમી ગઈ અંતે,
કોણ આ રાખથી થતું બેઠું.

કોને મોઢું બતાવીએ આદિલ,
માટીનું ઠીકરું અને એઠું.

- આદિલ મન્સૂરી

બીજું કંઈ નથી અમે

આગળ સદા જવાની સજા ભોગવી અમે,
જોઈ કિનારા વચ્ચે રિબાતી નદી અમે.

દિલગીર છું છતાં હું ન યાચી શકું ક્ષમા,
માફીની હદથી બહારની ભૂલો કરી અમે.

સુધરી ગયાં તો પણ સદા દુનિયાની દ્રષ્ટિમાં,
ચોર જ હતાં ને એજ હશું હર ઘડી અમે.

મતભેદ સારાં આ હતાં મનભેદથી વધુ,
લડતાં તો લાગતું કે હા, છીએ હજી અમે.

જીભેથી શાહી જખ્મોની ઊડી ન એથી તો
હોઠોની વચ્ચે શબ્દોને ફાંસી કરી અમે.

અજવાળું કાળી રાતનું દેખાશે શબ્દમાં,
હાથે ઉજાગરાની કલમને ગ્રહી અમે.

અંતે પડ્યો ન ફેર કશો, એનો અર્થ શો?
વાતો જીવનની સૌ ભલે કાવ્યે વણી અમે.

મારાથી પહેલાં મારું બધે નામ પહોંચી જાય,
શબ્દોની સાથે એવી કરી દોસ્તી અમે.

લેવાને પ્રાણ શબ્દ ઉપર પાશ નાંખ, યમ!
ના દેહ કે ના શ્વાસ, બીજું કંઈ નથી અમે.


- ડૉ. વિવેક મનહર ટેલર

જિંદગીની કોઇ પળમાં જો ઉદાસ હોય તું

ખ્વાબોમાં આવીને તને જગાડી જઇશ
દિવસે પણ તને સપના દેખાડી જઇશ

જિંદગીની કોઇ પળમાં જો ઉદાસ હોય તું
તારી એક મુસ્કાન માટે દુનિયાથી લડી જઇશ

જીવનની ગ્રીષ્મમાં પણ નાચી ઊઠીશ હરણી થૈ
ભીના શંખ-છીપલાથી તારો ખોબો ભરી જઇશ

તારા જીવનનો મારગ ભલેને હો કાંટાળો
પગ ઉપડશે એ પહેલા જ ફૂલો હું વેરી જઇશ

એકાંતની પળમાં પણ એકાંત ન લાગે માટે
આંગણની આંબાડાળે ગઝલના ટહુકા છોડી જઇશ

દાવાનળ લાગતા પછી વાર નહી લાગે "રમેશ"
તારા દિલમાં પ્રેમ ચિનગારી ભડકાવી જઇશ

- રમેશ

માણી લે હર એક પળ તું આજે

આશાઓ પર પાણી ફરી જતાં વાર નથી લાગતી
કિનારે આવી ડૂબી જતાં વાર નથી લાગતી

જીતનો જલસો માનવાની ઉતાવળ ન કર
જીતેલી બાજી હારી જવામાં વાર નથી લાગતી

તારી ઊંચાઇનું નાહક અભિમાન ન કર
કે મિનારોને તૂટી જવામાં વાર નથી લાગતી

બાંધ્યો છે માળો તો જરા દિલથી જતન કર
કે માળાને પીંખાઇ જતાં વાર નથી લાગતી

માણી લે હર એક પળ તું આજે
આંખોને મિંચાઇ જતાં વાર નથી લાગતી

પ્રેમ કરવા નો અવસર મળ્યો એ બહુ છે

પ્રેમ મા મીઠી વેદના મળી છે,એ બહુ છે….
સ્વપ્નો ને નવી દિશા મળી છે,એ બહુ છે…
પ્રેમ પૂરો થયો કે અધૂરો રહયો વાત એ નથી
પ્રેમ કરવા નો અવસર મળ્યો એ બહુ છે

મૌનને છૂપાવવું સહેલું નથી

અજાણ્યા હોઠો વચ્ચેના મૌનને ઓગાળવું સહેલું નથી
આંખલડી વચ્ચે રમતા મૌનને ગાળવું સહેલું નથી

પીઠ બતાવી ભાગવુ પડશે, થંભી જા ભલા માણસ
સુતેલા સિંહ જેવા મૌનને પુચકારવું સહેલું નથી

લીલાછમ દરિયાના સ્વાંગમાં ઊભેલા રણને કળી શકો
બોલાયેલા શબ્દો વચ્ચેના મૌનને પીછાણવું સહેલું નથી

તમે નહી બોલો તો હોઠના કંપનથી વહી જશે
લાખ કરી લો કોશીશ મૌનને છૂપાવવું સહેલું નથી

જીવન જીવાઇ જાયે છે....

સમય જાતાં બધું સહેવા હૃદય ટેવાઇ જાયે છે
ગમે તેવું દુઃખી હો, પણ જીવન જીવાઇ જાયે છે.

હૃદયના દર્દની વાતો કદી છાની નથી રહેતી
હૃદય ગભરાય છે ત્યારે નયન ભીંજાઇ જાયે છે.

સમય બદલે તો બદલે, પણ પ્રણય રંગો નહીં બદલે
હૃદય રંગાઇ જાયે છે તો બસ રંગાઇ જાયે છે.

મુસીબતના દહાડા એ કસોટીના દહાડા છે.
છે પાણી કેટલું કોના મહીં જોવાઇ જાયે છે.

જીવન સારું જીગરની આહ થી ફૂંકી દઉં ‘ઘાયલ’
કદીક મારા ઉપર મને ય એવી ખાઇ જાયે છે.

- અમૃત ‘ઘાયલ’

તમારું પાત્ર આવ્યું

તમારું પાત્ર આવ્યું- તો જ આવી છે કંઈક સરખાઈ
મને પણ જિંદગીની વાર્તા ત્યારે જ સમજાઈ

હું મારી દુર્દશા માટે તો કારણભુત છું પોતે
જુએ છે કેમ તેઓ આમ મારી સામે ગભરાઈ

ક્ષિતિજ પર આભ ધરતીનાં મિલન અંગે તમે યારો
મને ના પૂછશો કે હું ગયો છું ખૂબ વ્હેમાઈ

મલાજો સ્વપ્ન સાથેનાં સંબંધોનો રહ્યો એવો
તમે આવ્યાં નજર સામે છતાંએ આંખ મીંચાઈ

શું મારા વેશપલટામાં કોઈ ખામી રહી ગઈ'તી?
અરીસામાં મને મારી જ સૂરત કેમ દેખાઈ?

કોઈ ત્રીજું ન આવે આપણી વચ્ચે એ કારણસર
કરી લઉં છું હું પોતે મારી પોતાની અદેખાઈ

તમારું "સૈફ" આ સૌજન્ય પણ ભારે નિરાળું છે
સ્વીકારો છો તમારા પર તમારી ખુદની સરસાઈ

- 'સૈફ' પાલનપુરી

પગ પ્રમાણે ચાદરો લંબાય છે....

ટૂંટિયાની ટેવ જ્યારે સાવ છૂટી જાય છે,
તો તમારા પગ પ્રમાણે ચાદરો લંબાય છે.

સૂર્ય માથે હોય ત્યારે એ ઘણો રાજી થતો,
કેમકે પડછાયા ત્યારે કદથી પણ ટૂંકાય છે,

કંઇ શરતચૂક એમ લાગે જીવવામાં થઈ હશે,
શ્વાસની ઘટનાનો છેડો પાસમાં વરતાય છે.

આંગણાને ચાલવાની ટેવ પેલ્લેથી ન'તી,
એ તમારા આવવાથી આમ બહુ હરખાય છે.

છેક છેલ્લે વારતામાં પાના કોરા રાખવા,
મિજાજ માફક અંત જેને જે ગમે વંચાય છે.

- ગુંજન ગાંધી

પ્રેમનુ એ ટપકુ પડ્યુ....

દોસ્તી ના પાલવમાં પ્રેમનુ એ ટપકુ પડ્યુ,
એ લાગણીઓને એની બહુ વસમુ પડ્યુ,

એક નાની વાત માં રાત આખી ગુજરી જતી,
એ થોડા શબ્દો પછી બોલવાનુ મોંઘુ પડ્યુ,

હાથ માં હાથ લઈ શહેર માં કેવા ફરતા,
એ દ્રશ્યને નજર માંથી ખસવુ પડ્યુ,

નવીન રજુઆત ના થઈ શકી જિંદગી ની,
અંતે સબંધોને લો પાણી માં ભળવુ પડ્યુ,

એ વાત પછી બીજી કદી આશ નથી નીકળી,
ખાલી ઊર્મિઓને દિલ માંથી મરવુ પડયુ.

એવા ખયાલ માં છુ...

એ ક્યારેક તો મળી જશે એવા ખયાલ માં છુ,
એના જ શહેરમાં બની મુસાફર પ્રવાસમાં છુ,

મારી સુગંધનો અંદાજ થોડો એ કાઢી શકશે,
કેટલાય દિવસથી બની અતર એના સ્વાસમાં છુ,

એક નિશાની મળે એની તોયે બહુ થઈ પડશે,
પગલા ક્યાં હશે ધૂળમાં એના, એ વિચારમાં છુ,

તરસ ના છીપાય મ્રુગજળથી એ તો ખબર છે,
તોયે લઈ ક્ટોરો હાથમાં , એની આશમાં છુ.

ના રાત પડી...

આખર તોયે ના રાત પડી,
મોંઘા સપનઓ ને ફરી લાત પડી,
હિંમત આપે જો ખુદા તો કહુ,
મન માં ઊંડે એક વાત પડી.

યાદ કર,...

જુની વાત ને એકવાર મનથી યાદ કર,
પ્રેમ આપણો કેવો સર્યો તો એ યાદ કર,

તારી કબુલાત પ્રેમની ને મારી હા પડી તી,
આંખો પર દીધેલા એ ચુંબનો યાદ કર,

ઇશારાઓ થી આંખના વાત છલકાતી રોજ,
હોઠો પર તરસતુ એ સ્મીત યાદ કર,

ભીંજાતી તુ કેવી વર્ષા માં મારી બાહોમાં રહી,
નાક અડાડી સાથે લીધેલા શ્વાસ યાદ કર,

હતો અડીખમ પ્રેમ લાખો મુસીબત સામે ,
પ્રેમ માં મળેલી એ વેદનાઓ યાદ કર.

વાવડ

મિત્ર ને મારા કોઇ આડ ના આપે,
મારા મરવાન વાવડ ના આપે...

- 'હું' કિરણકુમાર રોય

વિચારો

આ વિચારો પણ કેવી મહત્વતા ધરાવે છે.
કે એ પત્થર ને ભગવાન અને માણસ ને હેવાન બનાવે છે.

- 'હું' કિરણકુમાર રોય.

શબ્દોનો સંગ્રામ

આજ શબ્દોએ સંગ્રામ કર્યો છે કે હુ તારુ વર્ણન નથી કરી શકતો,
આંબવા માંગુ છુ આકાશ પણ તારા વિના ઉડી નથી શકતો.

- 'હું' કિરણકુમાર રોય

યાદ ની મહોતાજ નથી..

તુ મારી યાદ ની મહોતાજ નથી,
છોડી દે મને જો તને વિશ્વાસ નથી.

સંબંધોમા શંકાને કોઇ સ્થાન નથી,
બધા નુ ઓસડ છે પણ વહેમની કોઇ દવા નથી.

- 'હું' કિરણકુમાર રોય

મારું જીત્યું હમેશા ગુજરાત

હારી આ સરહદ ને હાર્યા સીમાડા
પણ હાર્યું ના કોઇ’દી ગુજરાત
હે જીત્યું જીત્યું હમેશા ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત

ઝૂક્યા પહાડો ને ઝૂકી આ નદીયું
પણ ઝૂક્યું ના કોઇ’દી ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત

ટુટી ધજાઓ ને ટુટ્યા મિનારા
પણ ટૂટ્યું ના કોઇ’દી ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત

હો બેઠી બજારો ને મીલોના ભૂંગળા
પણ ઊભું અડીખમ ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત

ધણણણ ધણણણ ધણણણ ધરણી આ ધ્રૂજે
કે આભલા ઝળૂંબે પણ
ડગે ના કોઇ’દી ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત

હાર્યા ના ગાંધી ના હાર્યા સરદાર
એમ હાર્યું ન કોઇ’દી ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત

દુનિયાના નિતનવા નારાની સામે
ના હારે આ દિલનો અવાજ
એવો સુણીને દલડાનો સાદ
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત

હાં હાં રે મારું જય જય જય ગરવી ગુજરાત
હાં હાં રે મારું જય જય જય ગરવી ગુજરાત
હાં હાં રે મારું જય જય જય ગરવી ગુજરાત..
મારું ગુજરાત..!

તારા વિના

તારા વિના મને એકલુ ગમતુ નથી,
બીજા કોઈની સાથે મન મારુ મળતુ નથી
આવી જા હવે પ્રેમની પરીક્ષા લીધા વગર,
તારા આવવાની રાહમાં આંખો રસ્તા પરથી હટતી નથી

તમારું નામ

વાત રાખી દિલ મા,વાત કહી ના શક્યા
યાદ કર્યા એમને તો શ્વાસ લઈ ના શક્યા
કોઈકે પૂછ્યું આ દિલ ને કે તે કોની પ્રીત કરી??
જાણવા છતાં પણ તમારું નામ લઈ ના શક્યા

ધીમે ધીમે

તે જો બે મીઠા બોલ બોલ્યા,
મારા કાનોમા સંગીત વાગ્યા,
ધીમે ધીમે તારા વિચારોનું,
મારા જીવનમાં પ્રવાસ જાગ્યું..

શું કરું

તું નથી પાસે પછી તારી છબીને શું કરું ?
જીવ જેમાં કાંઇ નથી એ જિન્દગી શું કરું ?

- બેફામ

શક્યતા નથી

પવન આ પલટાય એવી શક્યતા નથી,
ગગન ગોરંભાય એવી શક્યતા નથી.

પ્રેમ ને વિશ્વાસ બે અણમોલ રત્નો છે,
રતન આ વેચાય એવી શક્યતા નથી.

પૃષ્ઠો બધાં જોયાં સનમ દિલની કિતાબના
એવું મન વંચાય એવી શક્યતા નથી.

શક્યતા મેં તો ચકાસી જોઇ અંતરની,
નયન આ છલકાય એવી શક્યતા નથી.

સંવેદના ના વૃક્ષથી તોડીને લાગણી,
ગઝલ આ લખાય એવી શક્યતા નથી.

‘આનંદ’ ના આવેગને રોકી શકે એવો,
બંધ કોઇ બંધાય એવી શક્યતા નથી.

- અશોક જાની

વેરાન વન

સુમન જેવા તમે અને દિલ હતું મારું ચમન જેવું,
તમે ચાલ્યા ગયા એને કરી વેરાન વન જેવું...

- નાઝિર દખૈયા

દુવા ના આપશો

પ્રેમ માં કોઈ ની પરીક્ષા ના લેશો જે નિભાવી ના શકો એવી શરત ના કરશો,
જેને તમારા વગર જીવવા ની આદત જ નથી તેને વધુ જીવવા ની દુવા ના આપશો….

મળી આવે

સુકાયેલી નદીના ક્યાંકથી પગરણ મળી આવે
વિખૂટું થઈ ગયેલું એ રીતે એક જણ મળી આવે
ઘણા વરસો પછી, વાંચ્યા વગરની કોઈ ચિઠ્ઠીમાં
‘તને ચાહું છું હું‘ બસ આટલી ટાંચણ મળી આવે

આજે અમે

અમે જીત્યા દરેક બાજી અને મશહુર થઈ ગયા
તારા હાસ્ય માં હસ્યા તો આંસુ દુર થઈ ગયા
શું કરિશ્મા છે તમારા આ પ્રેમ નો જુઓ
આજે અમે કાંચ માથી કોહિનૂર થઈ ગયા.

હજીયે આંખ શોધે છે

હજીયે આંખ શોધે છે તરાપો રોજ પાણીમાં,
અને ડૂબી મરે છે કૈંક શ્વાસો રોજ પાણીમાં.
હવે વરસાદ આગાહી બનીને વસ્ત્ર ઉતારે,
અને લૂંટે તરસનો પણ મલાજો રોજ પાણીમાં.
વિખેરી મૌન વરસોનું કિનારે કોક તૂટે છે,
વમળ સાંભરે ભેદી અવાજો રોજ પાણીમાં.
નદી જો આંખ મીંચે તો ફરી દેખાય પરપોટા,
પવનની પણ કપાતી જયા પાંખો રોજ પાણીમાં.
વહે છે ખાનગી રીતે ભળે છે સાવ ખુલ્લામાં,
પછી કયા કારણે આવે ઉછાળો રોજ પાણીમાં.

છળ છે કે શું?

કથામાંથી છટકેલ છળ છે કે શું?
ફરી એજ માયાવી સ્થળ છે કે શું?
મને શબ્દ ખેંચી ગયા કયાંથી કયાં,
એ સોના હરણ વાળી પળ છે કે શું?

- મનોજ ખંડેરિયા

છૂટી ગઈ છે આદત

અમને આદત હતી દરેક વાતે શાંત ચિત્તે ધીરજ રાખવાની
જ્યારથી તને પ્રેમ કર્યો છે છૂટી ગઈ છે આદત રાહ જોવાની.

બેવફાનુ નામ

ઈચ્છતો નથી છતા જીભ પર તેનુ નામ આવી જાય છે
પણ કોઈ પૂછે કે કોણ છે તો નામ બતાવી શકતો નથી

પવિત્ર

મારા દરીદ્ર જીવન પર એક દયા કર
તારો અણમોલ પ્રેમ આપીએને પવિત્ર કર

- 'હું' કિરણકુમાર રોય

પરીસ્થીતી

એવી પરીસ્થીતી મા આવી ને અટવાઇ ગયો છુ
જીતેલી હરેક બજી હરી ગયો છુ
હસે કઈક દોશ મુજમા એટલે જ આ હાલત છે મારી
નહીતર આવા કઈક ગમ ના પ્યાલા હું પી ગયો છું.

- 'હું' કિરણકુમાર રોય

પ્રેમ ની સજા

ભોગવુ દુર્દશા જો હોય હું વિશ્વસ્ઘાતી,
ભોગવુ સજા જો હોઉ હું અપરાધી..
કલ્પ્ના નતી કરી કે,
પ્રેમ કરીશ ને ભોગવીસ સજા કોઇ અપરાધ વગર...

- 'હું' કિરણકુમાર રોય

ડુબી રહ્યો છુ...

દુ:ખ મા જીંદગી જીવી રહ્યો છુ,
રોતા મોએ આજ હસી રહ્યો છુ,
એક લમ્બી મુસાફરી કરી છે દરીયાના તોફાનમાં,
પણ આજ સંજોગે કિનારે આવી ડુબી રહ્યો છુ...

- 'હું' કિરણકુમાર રોય

એક તારા વગર

તારા વગર જીવનમાં મારા કોઈ રંગ નથી,
તને જોયા વગર હોઠ મારા હસતા નથી
દિલના ધડકવાની તો વાત જ છોડો
તારા વગર તો મારુ અસ્તિત્વ જ નથી

મને પરેશાન ન કર

હુ છુ તારો ગુનેગાર મને માફ કર,
તુ કહે તે કરવા તૈયાર છુ,
તારા વિના રહું છુ ઉદાસ,
ના બોલીને મને પરેશાન ન કર

તારા પ્રેમથી

આમ તો જીવનમાં સાથ આપનારા મને ઘણા મળશે,
પણ જેના સાથે રહેવાથે ખીલી ઉઠે મારુ દિલ
એવું તારા જેવુ કોઈ મળશે નહી,
તારા પ્રેમથી મહેકશે મારી જીંદગી,
કાગળના ફુલોથી જીવનનો બગીચો શોભશે નહી

પ્રેમનો રસ્તો

દુનિયા કહે છે ના જા, ના જા પ્રેમના પથમાં બદનામી છે કાંટા છે,
પણ દિલ કહે છે જા... જા... કોઈએ તારા ભરોસે રસ્તામાં પાંપણો બીછાવી છે

જોવાની ઈચ્છા

પ્રેમ થયો છે જ્યારથી દિલને નાચવાનુ મન થાય છે,
પાંખો લગાવી કલ્પનાની ઉડવાનું મન થાય છે,
જેને હમણાં જ મળી લીધુ તેને વારંવાર જોવાનુ મન થાય છે

દિલરૂબાની આંખો

જેની દિલરૂબા હોય શરબતી આંખોવાળી એની શુ શાન છે,
જો પ્રેમી પીએ મદિરા તો આ એની આંખોનુ અપમાન છે.

નવી જીંદગી

Specially for owner of this blog..


હાથ પકડીને મારો તમે મને હિમંત આપી છે
આજે એક ખરતા તારાને તમે નવી જીંદગી આપી છે...

પ્રેમમા પડ્યા પછી

તારા પ્રેમમાં પડ્યા પછી ઉંઘ મારી ઉડી ગઈ છે,
છતા રોજ રાત્રે મને સૂવાનુ મન થાય છે,
સૂવુ તો એક બહાનુ છે,
આંખો બંધ કરીને મને તારા સપના જોવાનુ મન થાય છે...

સાથ આપનારૂ કોઇ નથી

દુનિયામાં પ્રેમ કરનારાઓની એક જ વ્યથા છે,
આંગળી ચીંધવા દુનિયા છે, પણ સાથ આપનારું કોઈ નથી

તારી યાદ

જીદંગીના પ્રશ્નોના જવાબ શોધુ છું,
આજે પણ તારી આંખોમાં એ પ્યાર શોધું છું.
એક સમય હતો કે જ્યારે તું ખોવાયેલી રહેતી હતી મારી યાદોમાં,
આજે એ ખોવાયેલા સમય માં "તારી યાદ" શોધું છું !!!!

એક સચ્ચાઈ

એક સચ્ચાઈ છે જેને હું સહી શકતો નથી,
ખૂબ સીધી વાત છે પણ હું કહી શકતો નથી;
ને એમ પણ હું ભોગવું છું મૌન રહેવાની સજા,
તો લે કહું, તારા વગર જા… હું રહી શક્તો નથી.
હું તને કારણ વગર બોલાવી પણ શકતો નથી,
કે કોઈ બહાના વગર હું આવી પણ શકતો નથી;
એક મજબૂરી છે જેનુ નામ શાયદ પ્રેમ છે,
ત્યાગી પણ શકતો નથી અપનાવી પણ શકતો નથી.

જીદંગી ની કરુણતા

બંઘ આંખે બઘુ જોવુ પડે છે...
એક પણ આંસુ વિના રોવુ પડે છે...
આજ તો છે જીદંગી ની કરુણતા કે..,
સમય ને સંજોગ કહીને કેટલુય ખોવુ પડે છે..!

તારો સાથ

તુ જો બને હમસફર તો આ જીંદગી સફળ થઈ જશે,
તારો હાથ હશે મારા હાથમાં તો યાત્રા સરળ થઈ જશે
કેવી રીતે જીવીશ હુ આ જીવનમાં.
જો સાથ આપણો અધૂરો રહી જશે..!!!

પ્રેમ પરીક્ષા

મરતી નથી પ્રેમની લાગણીઓ અપેક્ષાઓ મરી જાય છે,
બદલાતો નથી પ્રેમ પ્રેમીઓ બદલાઈ જાય છે.
તોલશો ન કદી પ્રેમ દુનિયાની નજરોથી,
આવી પરીક્ષાઓથી તમારા જ પ્રેમનુ અપમાન થઈ જાય છે

પ્રેમનો ઉપહાર

જ્યારે તે બે હાથોનો સહારો આપીને તે પ્રેમનો ઉપહાર આપ્યો,
જાણે કે રણ જેવા વીરાન આ જીવનમાં તે ફૂલોનો બગીચો આપ્યો

લાચારી

આંખોની ભાષા એ સમજી નથી શકતા
હોઠ છે પણ કશુ કહી નથી શક્તા
અમારી લાચારી કેવી રીતે કહીએ,
કોઈ છે જેના વગર અમે રહી નથી શકતા

તમારા વગર

જો તમે ન બોલો તો જીવન વિરાન લાગે છે
તમે ન હસો તો સંગીત ધોંધાટ લાગે છે
કેમ મારા જીવનમાં આટલા સમાય ગયા છો કે
તમારા વગરનુ જીવન બેકાર લાગે છે

પ્રિતમનો સાથ

તરસી આંખોએ દરેક ક્ષણ માટે તેમનો સાથ માંગ્યો,
જેમ કે દરેક અમાસે એક ચંદ્ર માંગ્યો,
આજે રિસાઈ ગયો છે ઈશ્વર મારાથી,
જ્યારે અમે દરેક દુઆમાં તેમનો સાથ માંગ્યો....

બસ એક તારો સાથ

ભૂલી ન શકીએ એવી કોઈ યાદ મને આપી દો,
ભૂલથી જ ભલે પણ ક્યારેક તો મને અવાજ લગાવી દો,
અહી મોતનુ દુ:ખ કોણે છે,
ક્ષણભરનો જો સાથ તમે આપી દો...

કેવો પ્રેમ ?

પ્રેમમાં આવુ કેમ થાય છે ?
પ્રેમીઓ પરસ્પર પ્રેમ કરતા હોવા છતા છુટા કેમ થાય છે
પ્રેમ કોઈ પાપ કે સામાજિક દૂષણ નથી
સમજે આ વાત દુનિયા તો પછી પ્રેમની દુશ્મન કેમ થાય છે

ન તો કંપ છે

ન તો કંપ છે ધરાનો, ન તો હું ડગી ગયો છું,
કોઇ મારો હાથ ઝાલો, હું કશુંક પી ગયો છું.

- ગની દહીંવાલા

હજાર સુખનાં જૂઠાં સ્વપ્ના...

હજાર સુખનાં જૂઠાં સ્વપ્ના માં જીવું છું હું,
એક આશ લઇને એકાદ પણ ખરું નીકળે.

- બેફામ

હળવે હળવે શીત લહેર મા

હળવે હળવે શીત લહેર મા ઝુમી રહી છે ડાળો
સન્ગાથે સુખ શોધીએ રચીએ એક હુન્ફાળો માળો

એકમેક ને ગમતી સળીઓ શોધીએ આપણે સાથે
મનગમતા માળાનુ સપનુ જોયુ છે સન્ગાથે
અણગમતુ જ્યા હોયે કશુ ના
માળો એક હુન્ફાળો
સન્ગાથે સુખ શોધીએ
રચીએ એક હુન્ફાળો માળો

મનગમતી ક્શન ના ચણચણીએ
ના કરશુ ફરિયાદ;
મખમલ મખમલ પીન્છા વચ્ચે
રેશમી હો સન્વાદ
સપના કેરી રજાઇ ઓઢી
માણીએ સ્પર્શ સુન્વાળો
સન્ગાથે સુખ શોધીએ
રચીએ એક હુન્ફાળો માળો!!

મઝિયારા માળામા રેલે સુખની રેલમછેલ
એક્મેકના સાથમા શોભે વ્રુક્શ ને વીટી વેલ
મનહર મદભર સુન્દરતામા હોયે આપણો ફાળો
સન્ગાથે સુખ શોધીએ
રચીએ એક હુન્ફાળો માળો!!

- તુષાર શુક્લ

દોસ્ત

તારા હ્રદયમાં એક એવો પણ ખુણો હશે
જે મારી યાદમાં લીલોછમ હશે કુણો હશે
નહીતર તું પણ ક્યાં કમ છે ઇશ્વરથી દોસ્ત
તને નડતા કદાચ તારા અવગુણો હશે
સતત દ્રવતી કેમ રહે છે આંખો તારી
છાતીમાં ધુંધવાતો રહેતો કોઈ ધુણો હશે

- જયેશ ઉપાધ્યાય

તું ક્યાં છે કહે, તને મારા સમ…

પ્રિયતમ… મારા પ્રિયતમ…
પ્રિયતમ… મારા પ્રિયતમ…
તું ક્યાં છે કહે, તને મારા સમ…

હૈયાથી હોઠોના રસ્તા પર
અટકીને ઊભી છે આ સફર
ચાલે નહીં, આગળ કદમ
તું ક્યાં છે કહે, તને મારા સમ…

ઓ રે કાનુડા.. તોરી ગોવાલણ
મુરલીમાં લલચાણી રે

આભમાં ઝીણી વીજળી ઝબૂકે
મનમાં તારી યાદ રે
ભીના ભીના શમણાઓ જાગે
હોઠે તારું વાદ્ય રે

ઓ રે કાનુડા.. તોરી ગોવાલણ

મારી આજ તું, મારી કાલ તું
મારો પ્રેમ તું, મારું વ્હાલ તું

જેનો ટેકો લઇને હું બેઠી છું
એ જરા ઝુકેલી દિવાલ તું

તું અંત છે, તું છે પ્રથમ
તું ક્યાં છે કહે, તને મારા સમ…

પ્રિયતમ… મારા પ્રિયતમ…

- મુકુલ ચોક્સી

તમે અહીંયા રહો તો ....


તમે અહીંયા રહો તો ....તમે અહીંયા રહો તો મને સારું રહે
આ જળને વહેવાનું કંઇ કારણ રહે

તમે આંખોથી આંસુ નીચોવી લીધું
આ વાદળને રડવાનું કાનમાં કીધું
તમે આવજો કહીને પછી આવશો નહીં
તમે ભૂલવાની ભ્રમણામાં ફાવશો નહીં

આ શબ્દોને ઉંડું એક વળગણ રહે
આ જળને વહેવાનું કંઇ કારણ રહે

હવે સૂરજ આથમશે તો ગમશે નહીં
આ સપનાનો પગરવ વર્તાશે નહીં
રાતે તારાને દર્પણમાં ઝીલશું નહીં
અને આભ સાથે કોઇ’દિ બોલશું નહીં

મારા દર્દોનું એક મને મારણ રહે
આ જળને વહેવાનું કંઇ કારણ રહે

એક પંખી સૂરજ સામે સળગી જશે
એના સપનાઓ વીજળીમાં ઓગળી જશે
તમે ચીરી આકાશ ક્યાંય ઊડતા નહીં
આ ખારા સાગરને ખૂંદતા નહીં

અહીં વરસાદે વરસાદે ભીનું રહે
આ જળને વહેવાનું કંઇ કારણ રહે

અહીં ઉપવનમાં આંસુના ઉગશે બે ફૂલ
આંખ રડશે કે તડકામાં સળગી ‘તી ભૂલ
તમે આશાની આશામાં રડશો નહીં
તમે હસવામાં હસવાનું ભરવાનું નહીં

અહીં વૃક્ષોનું ડોલવાનું કાયમ રહે
આ જળને વહેવાનું કંઇ કારણ રહે

- ભાગ્યેશ જહા

સિક્કો

અજવાળું રંગમંચ ઉપર પાથરી જુઓ
માણસ થવાનો આપ અભિનય કરી જુઓ

મુઠ્ઠીમાં ક્યાં સુધી તમે સંતાડી રાખશો
આદિલ આ છેલ્લો સિક્કો હવે વાપરી જુઓ

- આદિલ

તારી જીદગી

આખરી રસ્તો બની ને મળ મને,
એક છે આધાર તારો કળ મને.
ઓળખી લે તું સમય ની ચાલને,
આપ તારી જીદગી પળ પળ મને.

વાસ્તવિક્તામાં હું મારું સ્થાન શોધી રહ્યો છું

વાસ્તવિક્તામાં હું મારું સ્થાન શોધી રહ્યો છું,
રહ્યો છું હું સદા સપનાઓના દરબારમાં.
હકિકતનો પડદો આજે ઉતારી જોયો,
જાણ્યું મેં આજે કે ખરેખર તો હકિકતનો સામનો કરી રહ્યો છું.
તરસ્યા આ દિલ સામે કોઈની તૃપ્તીની આશા ના રહી,
ઝાંઝવાઓ ના નીરથી પરેશાન રહ્યો છું.
ખોટા અને દંભી દિલાસાઓથી બચી ના શક્યો,
સાચી દાસ્તાનથી હું ખુદ મારો બચાવ કરી રહ્યો છું.
કર્યા તો છે મેં ઘણા કાર્યો પણ છૂપાવવાની આદતથી છૂપાવી શક્યો,
મિત્રોની મહેફિલમાં હું જૂઠ્ઠુ કથન કરી રહ્યો છું.
જિંદગી નિકળી છે પ્રેમને છૂપાવવામાં અને વફા કરવામાં,
પણ કોઈના દિલમાં આરામગાહ શોધીના શક્યો.
લાગે છે હવે સમય વિતિ ચૂક્યો છે,
હવે હું ચીતાના ખોળે મારું સ્થાન શોધી રહ્યો છું…

-નિલ બુધ્ધભટ્ટી

તમારા સમ...


તમારા સમ...


તમારા રૂપની રેલાય છે મૌસમ.. તમારા સમ
જગત આખામાં ફેલાઇ જશે ફોરમ… તમારા સમ…

તમે જો હોવ તો વાતાવરણ કેવું સરસ લાગે
અરીઠા લાગે છે આસવ ને ચા કોફી ચરસ લાગે
તમોને જોઇને પાણીને પોતાને તરસ લાગે
તમારી યાદમાં વીતે.. એક એક પળ.. વરસ લાગે ..

અને તો પણ પડે છે આખુ જીવન કમ તમારા સમ….
તમારા રૂપની રેલાય છે મૌસમ.. તમારા સમ

ગીતના ઘેઘુર ગરમાળામાં ચૂમી છે તને
બે ગઝલની વચ્ચેના ગાળામાં ચૂમી છે
સાચું કહો તો આ ગણિત અમથું નથી પાકુ થયું ‘મુકુલ ‘
બે ને બે હોઠોના સરવાળામાં ચૂમી છે તને

બનું હું રાત તો શમ્મા તમારું નામ થઇ જાશે
તમે સાકી બનો તો મારુ હૈયું જામ થઇ જાશે
તમારા રૂપની ઝળહળ જો સુબહો શામ થઇ જાશે
સૂરજ ને ચાંદ બન્ને જણ બહુ બદનામ થઇ જાશે

બનું હું ફૂલ તો બનશો તમે શબનમ.. તમારા સમ
તમારા રૂપની રેલાય છે મૌસમ.. તમારા સમ

-મુકુલ ચોકસી

માણસ

ઝેર હદયમાં ભરતો માણસ.
સર્પની માફક સરતો માણસ.

વિસરી બેઠો માનવતાને,
દાનવ થઈને ફરતો માણસ.

મંદિર-મસ્જિદ બાંધે છે પણ,
ઈશ્વરથી ના ડરતો માણસ.

ક્ષણમાં એ ખીલી ઉઠેને,
ક્ષણમાં પાછો ખરતો માણસ.

સાચા-ખોટા શમણાં લઈને,
ખાલી ઘરને ભરતો માણસ.

દોડી દોડી સુખની પાછળ,
મરતાં પહેલા મરતો માણસ.

-વર્ષા બારોટ

હું તો લજામણીની ડાળી.

ઓ મારા મન ઉપવનના માળી હું તો લજામણીની ડાળી.
મહિયરમાં મસ્તીમાં ઝૂમી મનગમતું મરજીથી ઘૂમી;
વગર ઓઢણે શેરી પાદર પવન પજવતો ચૂમી ચૂમી;
આજ હવે અણજાણ્યે આંગણ પ્રીત બની ગઈ પાળી.

મહિયરની માટીમાં મ્હોરી, શ્રાવણ ભીંજીમ, ફાગણ ફોરી;
કૈંક ટહુકતાં સ્મરણો ભીતર, ચૂનરી છોને કોરી કોરી;
સપનાં જેવી જિંદગી જાતે ગાળી અને ઓગાળી.

એક ક્યારેથી બીજે ક્યારે રોપાવું ને ઊગવું મારે;
મહિયરની માટી સંગાથે આવી છું હું આંગણ તારે;
સ્નેહથી લે સંભાળી સાજન વ્હાલથી લે જે વાળી.

- તુષાર શુક્લ

નજર ને કહી દો કે...

ઘડી ઘૂંઘટ ઉઠાવો ને,ઘડી ઘૂંઘટથી મુખ ઢાંકો;
કરો દિલબર જે કરવું હોય તે,પણ નજર મારા તરફ રાખો.

નજર ને કહી દો કે નિરખે ન એવું,
નાહક નું દિલ કોઈનું પાગલ બને છે.
અમથી જીગરમાં આંધી ચડે છે ને,
આંખ્યો બીચારી વાદળ બને છે.
હો નજર ને કહી દો કે..

મશહૂર છે મહોબ્બત તમારી ને, આપ પણ મશહૂર છો;
અફસોસ કેવળ એટલો કે, છો તમે પણ દૂર છો.

જોવું ને ખોવું એ મહોબ્બત નો ક્રમ છે,
પાસે છે સાકી ને આગે સનમ છે.
ઝૂરી ઝૂરી વેરાયા આંખો નાં આંસુ,
ગૂંથાઈ પગની પાયલ બને છે.
હો નજર ને કહી દો..

- અવિનાશ વ્યાસ

હું તો તારી તે પ્રીતમાં પાગલ થઇ ગઇ.


હું તો તારી તે પ્રીતમાં પાગલ થઇ ગઇ...


હું તો તારી તે પ્રીતમાં પાગલ થઈ ગઈ,
એવી પાગલ થઈ ગઈ…
હું તો ધરતીની ધૂળ જાણે વાદળ થઈ ગઈ.
હું તો તારી તે પ્રીતમાં પાગલ થઈ ગઈ.

હું તો કંઇ પણ નથી ને મને ફૂલ ફૂટ્યાં,
હું તો બ્હાવરી : મેં તારા કંઇ ગીત ઘૂંટ્યાં;
તારી સાથેની મારી પળપળની વાત,
મારી કોરી આંખોનું કાજળ થઇ ગઇ ;
હું તો તારી તે પ્રીતમાં પાગલ થઇ ગઇ.

હું તો આંખો મીંચીને ગીત સાંભળ્યા કરું,
મારી છાની આ લાગણી પંપાળ્યા કરું ;
કેવાં આ લાભશુભ : ઓચિંતા એક દિવસ,
હું તો કંકોતરીનો કાગળ થઇ ગઇ ;
હું તો તારી તે પ્રીતમાં પાગલ થઇ ગઇ.

- પન્ના નાયક

હું નથી.....

પાથરું છું ફૂલ, કાંટા વેરનારો હું નથી,
શાંત જળમાં પથ્થરોને ફેંકનારો હું નથી.

ફાયદો જોયા જ કરવાની છે આદત એમની,
ભાવતાલોથી સંબંધો જોડનારો હું નથી.

મૌન પણ ક્યારેક તો પડઘાય છે મ્હેફિલ મહીં,
શબ્દના ઘોંઘાટ થઇને નાચનારો હું નથી.

માંગવા છે જો ખુલાસા, રૂબરૂ આવી મળો,
કાગળો કે કાસીદોને માનનારો હું નથી.

બસ હવે આ ‘હું’પણાની જેલમાંથી નીકળી,
એમ જીવી જાઉં જાણે, હું જ મારો ‘હું’ નથી.

એમ તો મેં પણ દીધું છે રક્ત વારંવાર ‘ગુલ’
તે છતાં એની નજરમાં કેમ સારો હું નથી ?

- અહમદ ‘ગુલ’

પછી શું કરશે ?

ચાહ્યું સઘળું તે મળી જાય, પછી શું કરશે ?
તું જે શોધે છે, જડી જાય પછી શું કરશે ?

આંખ ચોળીને જગત જોવાની આદત છે,
કોઈ આંખોમાં વસી જાય, પછી શું કરશે ?

અબઘડી તો તું ગઝલ કહીને ગુજારે છે સમય,
દુઃખની આ રાત વીતી જાય પછી શુ કરશે ?

શબ્દ હાથોમાં ગ્રહ્યા, ત્યાં તો થયા હાથ મશાલ,
શબ્દ જ્યારે લોહીમાં ભળી જાય, પછી શું કરશે ?

કામનાનું પશુ હણવા તું ભલે નીકળ્યો છે,
થઈને એ ઘાયલ બચી જાય, પછી શું કરશે ?

આંસુઓ શબ્દમાં પલટાતા રહે પણ ક્યાં સુધી ?
લોકો મહેફિલમાંથી ઊઠી જાય, પછી શું કરશે ?

- રઈશ મનિયાર

જય આદ્ય શક્તિ


જય આદ્ય શક્તિ
|જય આદ્ય શક્તિ મા જય આદ્ય શક્તિ
અખંડ બ્રહ્માંડ દીપાવ્યા, પડવે પ્રકટ્યા મા … ઓમ

દ્વિતીયા બે સ્વરૂપ, શિવ શક્તિ જાણું
બ્રહ્મા ગણપતિ ગાવે, હર ગાયે હર માં … ઓમ

તૃતિયા ત્રણ સ્વરૂપ, ત્રિભુવનમાં બેઠા
ત્રયા થકી તરવેણી તું તરવેણી માં … ઓમ

ચોથે ચતુરા મહાલક્ષ્મી મા, સચરાચર વ્યાપ્યા
ચાર ભૂજા ચૌ દિશા, પ્રકટ્યા દક્ષિણમાં … ઓમ

પંચમે પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા
પંચ તત્વ ત્યાં સોહીએ, પંચે તત્વોમાં … ઓમ

ષષ્ઠી તું નારાયણી, મહિસાસુર માર્યો
નર નારીના રૂપે, વ્યાપ્યા સર્વે મા … ઓમ

સપ્તમી સપ્ત પાતાલ, સાવિત્રી સંધ્યા
ગૌ ગંગા ગાયત્રી, ગૌરી ગીતા મા … ઓમ

અષ્ટમી અષ્ટ ભૂજા, આઈ આનંદા
સુરિ નર મુનીવર જનમ્યા, દેવ દૈત્યોમાં … ઓમ

નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા
નવરાત્રીના પૂજન, શિવરાત્રીના અર્ચન, કીધા હર બ્રહ્મા … ઓમ

દશમી દશ અવતાર, જય વિજયા દશમી
રામે રામ રમાડ્યા, રાવણ રોળ્યો મા … ઓમ

એકાદશી અગિયારસ, કાત્યાયની કામા
કામદુર્ગા કાલિકા, શ્યામા ને રામા … ઓમ

બારસે બાળા રૂપ, બહુચરી અંબા મા
બટુક ભૈરવ સોહીએ, કાળ ભૈરવ સોહીએ, તારા છે તુજ મા … ઓમ

તેરસે તુળજા રૂપ, તમે તારુણી માતા
બ્રહ્મા વિષ્ણુ સદાશીવ, ગુણ તારા ગાતાં … ઓમ

ચૌદશે ચૌદ સ્વરૂપ, ચંડી ચામુંડા
ભાવ ભક્તિ કંઇ આપો, ચતુરાઇ કંઇ આપો, સિંહવાહીની મા … ઓમ

પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા
વશિષ્ઠ દેવે વખાણ્યા, માર્કંડ દેવે વખાણ્યા, ગાઇએ શુભ કવિતા … ઓમ

સંવત સોળ સત્તાવન, સોળસે બાવીસમાં
સંવત સોળે પ્રગટ્યા, રેવાને તીરે, મા ગંગાને તીરે … ઓમ

ત્રંબાવટી નગરી, મા રૂપાવતી નગરી
સોળ સહસ્ત્ર ત્યાં સોહીએ, ક્ષમા કરો ગૌરી, મા દયા કરો ગૌરી … ઓમ

શિવશક્તિની આરતી જે કોઇ ગાશે, જે ભાવે ગાશે
ભણે શિવાનંદ સ્વામી, સુખ સંપત્તિ થાશે,
હર કૈલાસે જાશે, મા અંબા દુઃખ હરશે … ઓમ

એ બે એક સ્વરૂપ, અંતર નવ ગણશો
ભોળા ભવાનીને ભજતાં, ભવસાગર તરશો … ઓમ

વિશ્વંભરી સ્તુતિ


વિશ્વંભરી સ્તુતિ..વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા,
વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા;
દુર્બુદ્ધિ દૂર કરીને સદબુદ્ધિ આપો
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.

ભૂલો પડી ભવરણે ભટકું ભવાનિ,
સુઝે નહિ લગીર કોઇ દિશા જવાની;
ભાસે ભયંકર વળી મનના ઉતાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.

આ રંકને ઉગરવા નથી કોઇ આરો,
જન્માંધ છું જનની હું ગ્રહી બાંહ્ય તારો,
ના શું સુણો ભગવતી શિશુના વિલાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.

મા કર્મ જન્મ કથની કરતાં વિચારું,
આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઇ મારું,
કોને કહું કઠિન યુગ તણો બળાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.

હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો,
આડંબરે અતિ ઘણો મદથી બકેલો,
દોષો થકી દુષિતના કરી માફ પાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.

ના શાશ્ત્રના શ્રવણનું પયપાન પીધું,
હા મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઇ કીધું,
શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.

રે રે ભવાનિ બહુ ભૂલ થઇ જ મારી,
આ જિંદગી થઇ મને અતિશે અકારી,
દોષો પ્રજાળી સઘળાં તવ છાપ છાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.

ખાલી ન કાંઇ સ્થળ છે વિણ આપ ધારો,
બ્રહ્માંડમાં અણું અણું મહીં વાસ તારો,
શક્તિ ન માપ ગણવા અગણિત માપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.

પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો,
ખોટો ખરો ભગવતી પણ હું તમારો,
જાડ્યાંધકાર કરી દૂર સુબુદ્ધિ આપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.

શીખ સુણે રસિક છંદ જ એક ચિત્તે,
તેને થકી ત્રિવિધ તાપ ટળે ખચિત્તે,
વાઘે વિશેષ વળી અંબ તણા પ્રતાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.

શ્રી સદગુરુ શરણમાં રહીને યજું છું,
રાત્રિદિને ભગવતી તુજને ભજું છું,
સદભક્ત સેવકતણા પરિતાપ ચાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.

અંતર વિષે અધિક ઉર્મિ થતાં ભવાની,
ગાઉં સ્તુતિ તવ બળે નમીને મૃડાણી,
સંસારના સકળ રોગ સમૂળ કાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.

આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ?


આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ?

આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ?
કોઈ પારેવું વાદળભરી રોતું હશે ?

જીવનમાં બસ એક જ ઘટના
ભીતર એક જ નામની રટના.
પોતાનું તે નામ કદી કોઈ ખોતું હશે ?
આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ?

જીરવ્યો કેમ રે જાય વલોપાત આટલી હદે ?
આટલો બધો પ્રેમ શું કદી કોઈને સદે ?
નજર લાગે એમ શું કોઈને જોતું હશે ?
કોઈ પારેવું વાદળભરી રોતું હશે ?
આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે

- સુરેશ દલાલ

મોર બની થનગાટ કરે....

મોર બની થનગાટ કરે


મોર બની થનગાટ કરે.
મન મોર બની થનગાટ કરે.
ઘનઘોર ઝરે ચંહુ ઓર, મારું મન મોર બની થનગાટ કરે.
બહુ રંગ ઉમંગનાં પીછ પસારીને
બાદલસું નિજ નેનન ધારીને
મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલ-સાદ કરે.
મન મોર બની થનગાટ કરે.

ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે
ગુમરી ગુમરી ગરજાટ ભરે.
નવે ધાન ભરી સારી સીમ ઝૂલે,
નદીયું નવજોબન ભાન ભૂલે,
નવ દીન કપોતની પાંખ ખૂલે.
મધરા મધરા મલકાઈને મેંડક મેહસું નેહસું બાત કરે.
ગગને ગગને ગુમરાઈને પાગલ મેઘઘટા ગરજાટ ભરે.
મન મોર બની થનગાટ કરે.

નવમેઘ તણે નીલ આંજણીએ મારાં ઘેઘૂર નેન ઝગાટ કરે
મારાં લોચનમાં મદઘેન ભરે.
વન-છાંય તળે હરિયાળી પરે,
મારો આતમ લ્હેર-બિછાત કરે,
સચરાચર શ્યામલ ભાત ધરે.
મારો પ્રાણ કરી પુલકાટ ગયો પથરાઇ સારી વનરાઈ પરે,
ઓ રે ! મેઘ આષાઢીલો આજ મારે દોય નેન નીલાંજન-ઘેન ભરે.
મન મોર બની થનગાટ કરે.

ઓલી કોણ કરી લટ મોકળીયું ખડી આભ-મહોલ અટારી પરે
ઊંચી મેઘ-મહોલ અટારી પરે.
અને ચાકમચૂર બે ઉર પરે
પચરંગીન બાદલ-પાલવડે
કરી આડશ કોણ ઉભેલ અરે !
ઓલી વીજ કરે અંજવાસ નવેસર રાસ જોવ અંકલાશ ચડે,
ઓલી કોણ પયોધર સંઘરતી વિખરેલ લટે ખડી મે’લ પરે !
મન મોર બની થનગાટ કરે.

નદી-તીર કેરાં કૂણાં ઘાસ પરે પનિહાર એ કોણ વિચાર કરે,
પટકૂળ નવે પાણી-ઘાટ પરે !
એની સૂનમાં મીટ સમાઈ રહી,
એની ગાગર નીર તણાઈ રહી,
એને ઘર જવા દરકાર નહીં.
મુખ માલતીફૂલની કૂંપળ ચાવતી કોણ બીજા કેરું ધ્યાન ધરે !
પનિહાર નવે શણગાર નદી કેરે તીર ગંભીર વિચાર કરે !
મન મોર બની થનગાટ કરે.

ઓલી કોણ હિંડોળ ચગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે,
ચકચૂર બની ફૂલ-ડાળ પરે !
વિખરેલ અંબોડાના વાળ ઝૂલે,
દિયે દેહ-નીંડોળ ને ડાળ હલે,
શિર ઉપર ફૂલ-ઝકોળ ઝરે.
એની ઘાયલ દેહના છાયલ-છેડલા આભ ઊડી ફરકાટ કરે,
ઓલી કોણ ફંગોળ લગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે!
મન મોર બની થનગાટ કરે.

મોર બની થનગાટ કરે
આજે મોર બની થનગાટ કરે
મન મોર બની થનગાટ કરે.
તમરાંને સ્વરે કાળી રાત ધ્રૂજે,
નવ બાદલને ઉર આગ બૂઝે,
નદી પૂર જાણે વનરાજ ગુંજે.
હડૂડાટ કરી, સારી સીમ ભરી, સરિતા અડી ગામની દેવડીએ,
ઘનઘોર ઝરે ચંહુ ઓર, મારું મન મોર બની થનગાટ કરે.
મન મોર બની થનગાટ કરે.

- ઝવેરચંદ મેઘાણી

દિલનું ચલણ માગ્યું

વિધાતાથી ઘણી રકઝક કરી એક જ રટણ માગ્યું,
તમારો પ્રેમ માગ્યો, રાત માગી, જાગરણ માગ્યું.

યુવાનીની ખરી કિંમત સમજવા બાળપણ માગ્યું,
યુવાનીની જ છાયામાં જીવન માગ્યું, મરણ માગ્યું.

બધાં છલબલ થકી નિર્લેપ રહેવા ભોળપણ માગ્યું,
વિના સંકોચ જે દેખાય તે અંત:કરણ માગ્યું.

પ્રણયની વાતમાં બુદ્ધિ ઉપર દિલનું ચલણ માગ્યું,
અને દિલબરનું મુજ પ્રત્યે ગમે તેવું વલણ માગ્યું.

જગત આ હો, અગર જન્નત, અગર દોઝખ, ગમે તે હો,
ખુદા પાસે અમે મહેફિલ તણું વાતાવરણ માગ્યું.

પછી સોહમ તણા ગેબી મને પડઘાઓ સંભળાયા,
પરમ-આત્મા થકી આત્માનું જ્યાં એકીકરણ માગ્યું.

અમે ‘નાદાન’ રહીને વાત કહેવા માણસાઈની,
ગણો તો શાણપણ માગ્યું, ગણો તો ગાંડપણ માગ્યું.

- ભીખુભાઇ ચાવડા ‘નાદાન’

સાહેબા ! શી રીતે સંતાડું તને

લે, આ મારી જાત ઓઢાડું તને,
સાહેબા ! શી રીતે સંતાડું તને.

તું ભલે દિલમાં રહે કે આંખમાં,
ક્યાંય પણ નીચો નહિ પાડું તને.

કાંઈ પણ બોલ્યા વગર જોયા કરું,
મૌનની મસ્તીથી રંજાડું તને.

તું નહિ સમજી શકે તારી મહેક,
લાવ કોઈ ફૂલ સૂંઘાડું તને.

હૂબહૂ તારી જ લખવી છે ગઝલ,
તક મળે તો સામે બેસાડું તને.

તેં નિકટથી ચંદ્ર જોયો છે કદી ?
આયનો લઈ આવ દેખાડું તને !

ઘર સુધી તું આવવાની જીદ ન કર,
ઘર નથી, નહિતર હું ના પાડું તને !

ખલીલ ! આકાશને તાક્યા ન કર,
ચાલ છત પર ચંદ્ર દેખાડું તને !

- ખલીલ ધનતેજવી

પૂરજો તમે!

અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે;
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!

ત્રણ અક્ષરના આકાશે આ બે અક્ષરની વીજ,
બે અક્ષરનો મોર છેડતો સાત અક્ષરની ચીજ.

ચાર અક્ષરની ઝરમર ઝીલતાં રૂંવાડાં સમસમે,
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!

ચાર અક્ષરના મેઘમાં છ્લબલ આપણાં ફળિયાં;
આંખમાં આવ્યાં પાંચ અક્ષરનાં ગળાબૂડ ઝળઝળિયાં!

ત્રણ અક્ષરનું કાળજું કહો ને, ઘાવ કેટલા ખમે ?
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!

પાંચ અક્ષરનો મેઘાડંબર, બે અક્ષરનો મેહ,
અઢી અક્ષરના ભાગ્યમાં લખિયો અઢી અક્ષરનો વ્રેહ!

ત્રણ અક્ષરનું માવઠું મુજ સંગ અટકળ અટકળ રમે!
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!

આ દરિયામાં..

આ દરિયામાં
મને રણ જેવું લાગે છે.
ઠેર ઠેર પાણી
છતાં પ્યાસ લાગે છે.
રોજ ધોઉ છું,
મ્હારા સપનાઓ ને આશાઓથી
છતાં આસુંઓમાં,
ખારાશ લાગે છે.

ચાલ વરસાદ છે..

ચાલ વરસાદ છે,
થોડું રડી લઈયે.
ફરી આ લ્હાવો મળે ના મળે.
થોડું ગગન ખાલી કરી લઈયે.
ફરી આ લ્હાવો મળે ના મળે.

મજબૂર હોય છે.

મહોબ્બતનો એ સબૂત હોય છે,
કે મળે જો દર્દ, તો મંજૂર હોય છે.
એક તરફ હાલાત મજબૂત હોય છે
અને માનવી મજબૂર હોય છે.

થાક લાગે છે.

આંખો ને હવે,
પાંપણનો ફરકવાનો થાક લાગે છે.
પિજંર દેહને હવે,
ખોળીયું બદલવાનો પણ થાક લાગે છે.
ક્યાં જાઊ 'સાહિલ' મારી પાંખોને લઈને,
ઊડવાનો પણ થાક લાગે છે.
લગીરજો આપે ખુદા હાસ્ય,
તો પણ અધરને પણ થાક લાગે છે.

- ગૌરાંગ કાપડીયા 'સાહિલ'

સારુ..

બધા ગુનાઓની કબુલાત થૈ જાય તો સારુ,
મોતની ક્યાંક મુલાકાત થૈ જાય તો સારુ,
કહી શક્યો નહી વરસોથી, તને પ્રેમ કરુ છુ,
તારા મુખેથી એ વાત થૈ જાય તો સારુ.

એક જ્યોતીષી એ કહ્યુ હતું કે

એક જ્યોતીષી એ કહ્યુ હતું કે…
મારા હાથની હથેળીની રેખાઓ ને જોઇને…
એક જ્યોતીષી એ કહ્યુ હતું કે…
સર્વ સુખ લખાયેલા છે… તારી હથેળી માં..
છતાં યે…હું… તુજને પામી ના શક્યો…
કદાચ મારો વિરહ લખ્યો હશે તારી હથેળી માં…!!!

કોન કરે?

પ્રેમ છે જુનો પણ કબુલાત કોન કરે?
પ્રેમ ના શબ્દો થકી રજુઆત કોણ કરે?
વાત કરવાને તો છે જબાન તત્પર,
પણ એ વાત ની શુરુઆત કોન કરે?

- સુરુ વ્યાસ

સહકાર પણ ગયો....

એની બહુ નજીક જવાની સજા છે એ,
મળતો હતો જે દૂરથી સહકાર પણ ગયો.

રહેતો હતો કદી કદી ઝુલ્ફોની છાંયમાં,
મારા નસીબમાંથી એ અંધકાર પણ ગયો.

સંગતમાં જેની સ્વર્ગનો આભાસ હો ખુદા,
દોઝખમાં કોઈ એવો ગુનેગાર પણ ગયો ?

એ ખુશનસીબ પ્રેમીને મારી સલામ હો,
જેનો સમયની સાથે હ્રદયભાર પણ ગયો ?

એ પણ છે સત્ય એની ઉપર હક નથી હવે,
એવુંય કંઈ નથી કે અધિકાર પણ ગયો.

સાકી છે સ્તબ્ધ જોઈ નશાની અગાઢ ઊંઘ,
પીનારા સાથે કામથી પાનાર પણ ગયો.

કેવી મજાની પ્રેમની દીવાનગી હશે !
કે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ ગયો.

- મરીઝ

પ્રણય

તમને જોઇને વળે ફૂલોને પસીનો
તેને ઝાકળનું નામ આપું તો કેવું?
મુખડૂં ઢંકાય જો ફરફરતી લટોથી
તેને ચંદ્રગ્રહણનું નામ આપું તો કેવું?
મીઠડી બે વાત કરી ભીંજાવો હૈયાને
તેને શ્રાવણનું નામ આપું તો કેવું?
તમારા જ સ્વપ્નમાં વીતે રાતલડી
તેને જાગરણનું નામ આપું તો કેવું?
હંમેશા ડૂબી જઉ નયનની ગહેરાઇમાં
તેને વમળનું નામ આપું તો કેવું?
સાન-ભાન ભુલાવું તમારા ઇશારે
તેને વશીકરણનું નામ આપું તો કેવું?
આપણા દિલમાં ઉગી લીલીછમ લાગણી
તેને કૂંપળનું નામ આપું તો કેવું?
નજરથી નજર મળતાં શરમાય નજર
તેને પ્રણયનું નામ આપું તો કેવું?

એક ચહેરા માટે તરસી જાય છે......

ક્યાંક ધોધમાર વરસાદ વરસી જાય છે,
ક્યાંક એક બુંદની તરસ રહી જાય છે,
કોઇને મળે છે હજાર બહાના પ્રેમમાં,
તો કોઇ એક ચહેરા માટે તરસી જાય છે…….

એક વાર ઝળહળવું છે!

રચાય મેઘધનુષ્ય જે થકી,એવી એક બુંદ બનવું છે,
તારા તો હોય ઘના,કોઇ ના કોડ પૂરે એવો ધૂમકેતુ બનવું છે,
યાચું તારુ જીવન જોઇને એટલું જ ઝાકળ,
ભલે ક્ષણ માટે,પણ સુકાતા પહેલા એક વાર ઝળહળવું છે!

કહો દુશ્મનને ........

કહો દુશ્મનને દરિયા જેમ હું પાછો જરૂર આવીશ,
એ મારી ઓટ જોઇને કિનારે ઘર બનાવે છે.

કોશિશ

હિમ્મત કાયમ મોટે થી બોલવામા નથી ,
કોઈક વાર હિમ્મત એ દિવસ ના અંતે નીકળેલો ધીમો અવાજ છે જે કહે છે "હુ કાલે ફરી કોશિશ કરીશ"

નથી કહેવુ

દર્દિલા આ દિલના રુદન વિશે મારે કાંઈ નથી કહેવુ
હંમેશ દિલ મંહિ ગુંજતા આ ગુંજન વિશે મારે કાંઈ નથી કહેવુ
કે આ વાંચતા જ તમારા અશ્રુઓ સરી જ જવાના છે દોસ્તો
આ 'અનિકેત' ને અગાઉ થી એના સર્જન વિશે કાંઈ નથી કહેવુ.

- અનિકેત

રાત જાય છે

રાત જાય છે વાત અધૂરી છે,
રોકો રોકો બહુ જરૂરી છે.

ચાલો આરામ મારા દુશ્મનને,
ખોટ મિત્રોએ એમની પૂરી છે.

આમ શરમાઇ હાથ છોડો મા,
આપણામાં ક્યાં કોઈ દૂરી છે.

કેમ લાખોમાં તું ના પરખાયે,
ઝૂલ્ફ સોનેરી આંખ ભૂરી છે.

મોહમાયા

વિધીના લેખ ક્યારે સમજાયા છે? સુઃખ દુઃખ તો જીવનના પડછાયા છે,
આટલી વિશાળ દુનિયામાં એક વ્યક્તિનું જ ગમવું,એજ કુદરતની મોહમાયા છે.

દોસ્તી

એવુ નથી કે તમે યાદ આવતા નથી,
ફક્ત ભુલ છે અમે કહેતા નથી,
દોસ્તી તમારી છે અનમોલ અમારા માટે,
સમજો છો તમે એટલે અમે કહેતા નથી !

નજર લાગે છે

હોઠ અને હય્યુ ને નયન મા હરખ લાગે છે,
સાજન તણી કોય મળી અવી ખબર લાગે છે,
આયના માં તમે બહુ જોયા ના કરો,
ક્યારેક પોતની પણ નજર લાગે છે.

અહેસાસ

તારી આખોમાં મારી યાદ પરોવૂ છુ,
તારી યાદો માં મારો સાથ પરોવૂ છુ.
તુ નથી મારી પાસે છત્તા પણ,
હુ હર પળ તારો અહેસાસ અનુભવુ છુ.

- હેત્વી સોની

કહાર

ડોળીનો ભાર ક્યાં, અરે! દુલ્હનનો ભાર ક્યાં?
અશ્રુનો ભાર હોય છે ઝાઝો કહાર પર.

- હરીન્દ્ર દવે

ઈશ્વર

ઠોકરની સાથે નામ તુજ લેવાય છે ઈશ્વર,
તું કેવો અક્સ્માતથી સર્જાય છે ઈશ્વર.

હેઠો મૂકાશે હાથને ભેગા થશે પછી જ,
કોશિશ જ્યાં પતે ત્યાં જ શરૂ થાય છે ઈશ્વર.

જો દૂર પેલી વસ્તીમાં ભૂખ્યા છે ભૂલકાં,
લાગે છે તને દૂરનાં ચશ્માં ય છે ઈશ્વર.

કે’ છે તું પેલા મંદિરે છે હાજરાહજૂર,
તું પણ શું ચકાચોંધથી અંજાય છે ઈશ્વર ?

થોડા જગતના આંસુઓ, થોડા મરીઝના શે’ર,
લાવ્યો છું જુદી પ્રાર્થના, સંભળાય છે ઈશ્વર ?

એનામાં હું ય માનતો થઈ જાઉં છું ત્યારે,
મારામાં જ્યારે માનતો થઈ જાય છે ઈશ્વર.

- સૌમ્ય જોશી

વરસાદ

ધરતી પર નાભ નમે તે ગમે ,
મસ્ત આ મૌસમ મા કોઇ યાદ કરે તે ગમે ,
વરસાદ તો વરસે એની મૌસમ મા ,
કોઇ ની દોસ્તી બેમૌસમ વરસે તે ગમે.

વલણ

વલણ હું ઍક સરખું રાખુ છું,આશા-નિરાશામાં ,
બરાબર ભાગ લઊ છું,જીંદગી ના સૌ તમાશામાં,
સદા જીતુ છું, એવુ કંઇ નથી,હારું છું બહુધા પણ-
નથી હાર ને પલટાવવા દેતો હતાશામાં......

મોતી..

તારા ગયા પછી ન બન્યું કંઇ નવું અહીં,
અણઉઘડી બે છીપથી મોતી સરી ગયા.

- રાજેન્દ્ર શુક્લ

વહેવાર

લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો,
દર્શનની ઝંખના હતી, અણસાર પણ ગયો.

- મરીઝ

બરબાદ થતું જીવન

છો આપ ફરી બેઠાં મુજથી એમાંય વિધિનો ભેદ હશે,
બરબાદ થતું જીવન આજે ફુરસદ ની પળે જોવાઇ ગયું.

- ગની દહીંવાલા

સ્નેહ

સ્નેહને સીમા ન હો તો સાથ છૂટી જાય છે,
મૈત્રી મર્યાદા મૂકી દે છે તો તૂટી જાય છે,
તું પીવામાં લાગણી દર્શાવ કિન્તુ હોશ માં,
કે વધુ ટકરાઇ પડતાં જામ ફૂટી જાય છે.
- બેફામ

દિલાસો

તારા વિના તો કોણ દિલાસો દિયે મને ?
ખુદ હું જ મારી જાતને પંપાળતો રહ્યો.
- રાહી ઓધારીયા

એકલતા

તારી આંખોને ઇશારે મારી એકલતા ટળી,
ભરસભામાં હું નહિતર ખૂબ મૂંઝાયો હતો.
- શૂન્ય પાલનપુરી

ઓળખાણ હોય...

આમ તો અજનબી છતાં થોડી ઓળખાણ હોય
એ આંખોને આ આંખોની થોડી પીછાણ હોય
ખોબલે ખોબલે ઉલેચી લે ભલે એ મારા શ્વાસોને
એ બહાને મારા શ્વાસને સ્પર્શની થોડી લ્હાણ હોય
સવાર ઊગતા જ તારોડીયાને બસ જવા દીધા
ધરતીના ચંદરવાને એની થોડી તાણ હોય?
લૂંટાવતી ફરે છે એ પુષ્પને,પંખી, પતંગાને
ખોટું ઠર્યુ એ વિધાન પ્રેમની થોડી ખાણ હોય?
ભલેને વર્તે એ જાણે ના હોય કશી ખબર
ખુદા કરે, 'અનિકેત' ન