હું હાથને મારા ફેલાવું....

હું હાથને મારા ફેલાવું, તો તારી ખુદાઇ દુર નથી,
હું માંગુ ને તું આપી દે, એ વાત મને મંજુર નથી.

શા હાલ થયા છે પ્રેમીના, કહેવાની કશી ય જરૂર નથી,
આ હાલ તમારા કહી દેશે, કાં સેંથીમાં સિંદુર નથી?

આ આંખ ઉધાડી હોય છતાં, પામે જ નહીં દર્શન તારા,
એ હોય ન હોય બરાબર છે, બેનુર છે એમાં નુર નથી.

જે દિલમાં દયાને સ્થાન નથી, ત્યાં વાત ન કર દિલ ખોલીને,
એ પાણી વિનાના સાગરની, ‘નાઝીર’ને કશી ય જરૂર નથી.

- નાઝીર દખૈયા

2 comments:

  1. કીરણભાઇ નમસ્કાર,
    ખુબજ સરસ, આ ગઝલ ની audio,video,mp3 સ્વરુપે મલી શકે ખરું,મે ઘણા વખત પહેલા આ ગઝલ સાંભળેલી હતી, કદાચ નીરંજન પંડ્યા ના સ્વર માં હતી, પરંતુ મને ક્યાંય મળતી નથી.

    ReplyDelete
  2. નમસ્કાર યોગેશભાઈ,
    ખુબ ખુબ આભાર તમારો. તમે મને તમારું ઈમેલ આઈડી આપો. હું તમને આ ગઝલ મોકલીશ.
    તમે મને kirankumar.roy@gmail.com પર મેલ કરી શકો છો.
    આભાર.

    ReplyDelete


પ્રિય મિત્રો,
    જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી kirankumar.roy@gmail.com પર મોકલી શકો છો.

કિરણકુમાર રોય

(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)