દિલ બધા માટે..

દર્દ રાખે છે દિલ બધા માટે,
એ સજા છે કવિ થવા માટે.

યાદ માં તારી કે ગુનાહો માં,
કંઈક ઈચ્છું છું ડૂબવા માટે.

દિલ ઊઠી જાય છે એ દુનિયાથી,
હાથ ઊઠતા નથી દુઆ માટે.

કંઈક એ રીતથી ફના થઈએ,
કંઈ ન બાકી રહે ખુદા માટે.

એ શહીદોથી કમ નથી હોતા,
જે જીવી જાય છે ખુદા માટે.

જિંદગી ભીડમાં હતી કિંતુ,
રાહ કરવી પડી કઝા માટે.

જો કવિતા નહીં લખો તો ‘અનિકેત’
કોણ બોલાવશે નશા માટે ..?

- અનિકેત

1 comment:

  1. આ મરીઝની ગઝલ છે..તમારાથી ના સચવાય સાહિત્યતો રહેવા દો પણ આમ અપમાન કરવાનું બંધ કરો

    ReplyDelete


પ્રિય મિત્રો,
    જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી kirankumar.roy@gmail.com પર મોકલી શકો છો.

કિરણકુમાર રોય

(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)