હું ક્યાં કહું છુ આપની હા હોવી જોઈએ - મરીઝ

હું ક્યાં કહું છુ આપની હા હોવી જોઈએ,
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ..

પુરતો નથી નસીબ નો આનંદ ઓ ખુદા,
મરજી મુજબ ની થોડી મજા હોવી જોઈએ..

એવી તો બે દિલી થી મને માફ ના કરો,
હું ખુદ કહી ઉઠું કે સજા હોવી જોઈએ..

આ તારું દર્દ હો જો બીજાને તો ના ગમે,
હમણા ભલે કહું છુ દવા હોવી જોઈએ..

મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીત થી,
નહોતી ખબર કે એમાં કળા હોવી જોઈએ...

ઝાહેદ આ કેમ જાય છે મસ્જીદ માં રોજ રોજ,
એમાં જરાક જેવી મજા હોવી જોઈએ.

બાકી ઘણા હકીમ હતા પણ આ મારી હઠ,
બસ તારા હાથથી જ સિફા હોવી જોઈએ..

પૃથ્વી ની આ વિશાળતા અમથી નથી 'મરીઝ',
એના મિલન ની ક્યાંક જગા હોવી જોઈએ..

- મરીઝ

પ્રિય મિત્રો,
    જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી kirankumar.roy@gmail.com પર મોકલી શકો છો.

કિરણકુમાર રોય
http://kiranroy.co.cc

(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)