મારી જીંદગી નો ઉજાશ છીનવાઇ ગયો....

મારી જીંદગી નો ઉજાશ છીનવાઇ ગયો.
રાત્રી થઇ ગઇ ને અંધકાર છવાઇ ગયો.

મારા પોતાનાય થઇ ગયા પરાયા એવા,
બીડાઇ ગયુ "ગુલાબ",ભ્રમર ગુંગળાઇ ગયો.

હરદમ હું કર્યા કરતો હતો જેમની વાતો,
અચાનક એમનો થોડો વિચાર બદલાઇ ગયો.

સપનાં જોતો તો મીલનનાં ને વિરહ છવાઇ ગયો.
મારા પ્રણય નો બગીચો એમ ને એમજ કરમાઇ ગયો.

બંધ આખે પણ નીહાળતો હતો હું જે સુરત સદા,
હાય આજે એજ સુરત ની તલાશ મા હું ખોવાઇ ગયો.

આ ચહેરાઓ ની માયાજાળ છેતરી ગઇ 'હ.વા.' ને પણ,
'હ.વા.' માં વિન્ઝી હાથ પોતાનામાં કેવો હું પટકાઈ ગયો .

ચહેરાઓના મુખવટામાં હું એવો તો ભરમાઇ ગયો.
સમજીને ખીલતું "ગુલાબ" કેવો હું કાંટામાં ભેરવાઇ ગયો.

- હાર્દિક વાટલીયા 'હ.વા.'

સ્ત્રોત : ખીલતું ગુલાબ પરથી

4 comments:

  1. મારી જીંદગી નો ઉજાશ છીનવાઇ ગયો.
    રાત્રી થઇ ગઇ ને અંધકાર છવાઇ ગયો.
    મારા પોતાનાય થઇ ગયા પરાયા એવા,
    બીડાઇ ગયુ "ગુલાબ" ,ભ્રમર ગુંગળાઇ ગયો.
    હરદમ હું કર્યા કરતો હતો જેમની વાતો

    Priya Mitra Uppar Darshaleli Panktio Aetali Mari Rachna ne Bakini Rachna Kavi Befam ni 6e Uppardarsaveli Rachna Ma Je Koi Saruaatni Paktio 6e Je uri POEM aap mara blog par vanchi shakso ... www.khiltugulab.blogspot.com par... Mitra Tatkalik Tene aahithi Hatavi do..

    ReplyDelete
  2. હાર્દિક ભાઈ મને આ રચના કોઈ બ્લોગ અથવા કોઈ સોશિયલ સીટ પર થી મળેલ હતી(મને ખરેખર યાદ નથી પણ રચના મને ગમે એટલે એને મેં મારા સંગ્રહ માં એને સ્થાન આપ્યું હતું..).. જો કોઈ ભૂલચૂક થઇ હોય તો માફ કરશો..

    મને આ રચના ગમી હતી એટલે મેં મારી ડીજીટલ ડાયરી માં એને કોપી પેસ્ટ કરી હતી..આપના કહેવાથી હું અહી પોસ્ટ કરેલ રચના હટાવું છું.. પણ જો આપ મને પરવાનગી આપો તો આપની રચના(http://khiltugulab.blogspot.com/2008/07/blog-post_3313.html) મારા બ્લોગ પર મુકવા માંગું છું..

    આશા રાખું કે આપ જરૂર થી આપની રચના મારા બ્લોગ પર મુકવાની પરવાનગી આપી મારા બ્લોગ ની શોભા વધારશો..

    - કિરણકુમાર રોય
    http://gujaratisahityaa.blogspot.com/

    ReplyDelete
  3. Aabhar Kiranbhai,

    Tame

    મારી જીંદગી નો ઉજાશ છીનવાઇ ગયો.
    રાત્રી થઇ ગઇ ને અંધકાર છવાઇ ગયો.

    Ae Ahi Befikar POST kari Shako Cho..

    ReplyDelete
  4. આભાર હાર્દિક ભાઈ..

    ReplyDelete


પ્રિય મિત્રો,
    જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી kirankumar.roy@gmail.com પર મોકલી શકો છો.

કિરણકુમાર રોય

(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)