મારી કલમે

મારો જન્મ ગુજરાત ના અમદાવાદ શહેર માં, ૧૧ ફેબ્રુઆરી ૧૯૮૪ ના રોજ થયો. પ્રાથમિક ભણતર મેં અમદાવાદ માં પૂરું કર્યું. ત્યાર બાદ કોલેજ નો અભ્યાસ મહેસાણા જીલ્લા માં આવેલ ભાંડું સ્થિત એલ. સી. આઈ. ટી. માં પૂરી કર્યો. વયાવ્સયે હું વેબ ડેવેલોપર છુ. એટલે પેટ કાજે વતન થી બહાર નોકરી કરવા આવ્યો.

ભારત થી બહાર રહીને નિજ વતન ને બહુજ મીસ કરું છુ. પણ આ ગુજરાતી સાહિત્ય છે જે મને આજ પણ મારા વતન સાથે જોડી રાખે છે. મારા શોખ માં સ્વાદિષ્ટ ભોજન ખાવાનું, નવી નવી વાનગી બનવાનું,બ્લોગીંગ કરવાનું, જુના ગીતો સંભાળવા, સંગીત વગાડવું મને ખુબ ગમે. હું ગીતાર થોડું ઘણું વગાડી શકું છુ સાથે સાથે તબલા ને વાંસળી પણ વગાડી લઉં છુ. નવું નવું શીખવું મને ખુબ ગમે(મારા વ્યવસાય ને લાગતું ઉપરાંત મારા જીવન માં ઉપયોગી).

મને ફુરસદ ની પળો માં ગુજરાતી ગઝલ વાંચવી ખુબ ગમે. પણ મને આ બધી ગઝલો ચોપડી માં લખવાનો બઉ કંટાળો આવે એટલે આ બ્લોગ પર પોસ્ટ કરવાનો વિચાર આવ્યો. આ મારા ઉત્તમ પ્રયાસ ને લીધે હું કોઈ પણ ઘડીએ મારી મનગમતી રચનાઓ મારા બ્લોગ પર થી વાંચી લઉં છુ.આ  ઉપરાંત આ બ્લોગ પર વિસિટ કરનાર મિત્રો ને પણ અહી ની રચનાઓ નો લાભ મળે છે.

જયારે મેં આ બ્લોગ બનવ્યો ત્યારે મને નેટ જગત ની આચાર સંહિતા વિશે કોઈ પણ જાણકારી નહોતી પણ જેમ જેમ હું આ બ્લોગીંગ ની દુનિયા માં જુનો થતો ગયે એમ એમ મને કોપીરાઇટ વિશે જાણકારી મળતી ગઈ. પણ ખરું માનજો મારા આ બ્લોગ પર કરેલી દરેક પોસ્ટ માત્ર મારા સંગ્રહ માટે કરેલ કોપી પેસ્ટ છે; પણ જે તે સર્જક ના પોતાના છે.આ બ્લોગ બનાવામાં જેટલો ફાળો મારો છે એટલોજ મારી મિત્રનો પણ છે. એ પણ ફુરસદ ની પળો માં એને ગમતી કૃતિ(સંજોગાવસ અમારી પસંદગી લગભગ એક જેવીજ હોય છે) આ બ્લોગ પર પોસ્ટ કરે છે.એ પણ મારી જેમ વ્યવસાયે વેબ ડેવેલોપર જ છે.

પ્રિય મિત્રો,
    જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી kirankumar.roy@gmail.com પર મોકલી શકો છો.

કિરણકુમાર રોય
http://kiranroy.co.cc

(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)