મારી ગઝલો

મારી ગઝલો શબ્દો નથી લાગણી ના માળા છે,
મારે મન રત્નો મોંઘા, તારે મન પત્થર કાળા છે.

- 'હું' કિરણકુમાર રોય (27/03/2019)

લ​વની ભ​વાઇ - વાલમ આવો ને.. (LOVE ni Bhavai - Vaalam aavo ne)

ચિત્રપટ : લ​વની ભ​વાઇ
ગીત : વાલમ આવો ને
સ્વરકાર : જિગરદાન ગઢ​વી
ગીતકાર :  નીરેન ભટ્ટ​
ગાના લીંક (ગીત અહીં સાંભળો)
================================

હું મને શોધ્યા કરુ,
પણ હું તને પામ્યા કરુ..

તુ લ​ઈ ને આવે લાગણી નો મેળો રે...

સાથ તુ લાંબી મદલ નો
સાર તુ મારી ગઝલ નો...

તુ અધુરી વાર્તા નો છેડો રે..

મીઠડી આ.... સજા છે
દર્દોની મજા છે.

તારો વિરહ પણ લાગે વાલો રે

વાલમ..... આવો ને આવો ને.
વાલમ..... આવો ને આવો ને......

માન્ડી છે લવની ભ​વાઇ.

ઓ તા થૈયા થૈયા તા થૈયા થૈ
તા થૈયા થૈયા તા થૈયા થૈ

કે વાલમ..... આવો ને આવો ને.
મન ભિંજાવો ને, આવો ને.

કેવી આ દિલ નિ સાગાઈ
કે માન્ડી છે લવની ભ​વાઇ

ઓ તા થૈયા થૈયા તા થૈયા થૈ
તા થૈયા થૈયા તા થૈયા થૈ

રોજ રાતે કે સ​વારે ચાલતા ફરતા
હુ અને તારા વિચારો મારતા ગપ્પા

તારી બોલકી આંખો, જાણે ખોલતી વાતો
હર વાતમા હુ જાત ભુલુ રે

કે વાલમ..... આવો ને આવો ને.
વાલમ..... આવો ને આવો ને......

માન્ડી છે લવની ભ​વાઇ

ઓ તા થૈયા થૈયા તા થૈયા થૈ
તા થૈયા થૈયા તા થૈયા થૈ

કે વાલમ..... આવો ને આવો ને.
મન ભિંજાવો ને, આવો ને.

કેવી આ દિલ નિ સાગાઈ
કે માન્ડી છે લવની ભ​વાઇ

ઓ તા થૈયા થૈયા તા થૈયા થૈ
તા થૈયા થૈયા તા થૈયા થૈ - (૨)


યાદો ના બાવળ ને..

આવ્યા ફુલ રે હ​વે

તુ આવે તો દુનિયા આખી ધુળ રે હ​વે
(થૈયા થૈયા તા થૈયા થૈ)

સપના આશા, મન્છા
છોડ્યા મુળ રે હ​વે

તુ આવે તો દુનિયા આખી ધુળ રે હ​વે

ધુળ રે હ​વે
ધુળ રે હ​વે
(તા થૈયા થૈયા તા થૈયા થૈ)

પરિંદા - ઉમૈર નજમી.

નિકાલ લાયા હૂં ઇક પિંજરે સે ઇક પરિંદા,
અબ ઇસ પરિંદે કે દિલ સે પિંજરા નિકાલના હૈ.

-ઉમૈર નજમી.

હું ક્યાં કહું છુ આપની હા હોવી જોઈએ - મરીઝ

હું ક્યાં કહું છુ આપની હા હોવી જોઈએ,
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ..

પુરતો નથી નસીબ નો આનંદ ઓ ખુદા,
મરજી મુજબ ની થોડી મજા હોવી જોઈએ..

એવી તો બે દિલી થી મને માફ ના કરો,
હું ખુદ કહી ઉઠું કે સજા હોવી જોઈએ..

આ તારું દર્દ હો જો બીજાને તો ના ગમે,
હમણા ભલે કહું છુ દવા હોવી જોઈએ..

મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીત થી,
નહોતી ખબર કે એમાં કળા હોવી જોઈએ...

ઝાહેદ આ કેમ જાય છે મસ્જીદ માં રોજ રોજ,
એમાં જરાક જેવી મજા હોવી જોઈએ.

બાકી ઘણા હકીમ હતા પણ આ મારી હઠ,
બસ તારા હાથથી જ સિફા હોવી જોઈએ..

પૃથ્વી ની આ વિશાળતા અમથી નથી 'મરીઝ',
એના મિલન ની ક્યાંક જગા હોવી જોઈએ..

- મરીઝ

પરીક્ષા છે બાકી...

ભલે આપણે સૌ મુસીબત ના માર્યા,
પરંતુ છે હિંમત, નથી હામ હાર્યા..
સપનાઓ, ઈચ્છાઓ, તિતિક્ષાઓ છે બાકી,
તું લેતોજા છોને પરીક્ષા છે બાકી...

- અજ્ઞાત.
(આ લાઈન મેં એક ગુજરાતી નાટક માં સાંભળી હતી. સખણા રે'તો સાસુ નહિ)

ચાહતમાં એકબીજાની ફિકર હોવી જોઇએ - બરકત વિરાણી ‘બેફામ’

ચાહતમાં એકબીજાની ફિકર હોવી જોઇએ,
આ વાતની તને ય ખબર હોવી જોઇએ.

એક રોશની રહે છે સતત મારા પંથમાં,
મારા ઉપર તમારી નજર હોવી જોઇએ.

લાગે છે ઠોકરો ને છતાં દુઃખ થતું નથી,
બસ આ જ તારી રાહગુજર હોવી જોઇએ.

નિષ્ફળ પ્રણયનો દોષ તો દઉં હું તને મગર,
મારી ય લાગણીમાં કસર હોવી જોઇએ.

ચાલું છું એમ થાઉં છું મંઝિલથી દૂર હું,
ઊલટી દિશાની મારી સફર હોવી જોઇએ.

હટવા દો અંધકાર, એ દેખાઇ આવશે,
આ રાતમાં જ ક્યાંક સહર હોવી જોઇએ.

આ બહારનું જગત તો જૂઠાણાંનો ખેલ છે,
દુનિયા ખરી તો દિલની ભીતર હોવી જોઇએ.

‘બેફામ’ જ્યાં ચણાયો હશે એમનો મહેલ,
એની જ નીચે મારી કબર હોવી જોઇએ.

- બરકત વિરાણી ‘બેફામ’

સારો નથી હોતો - શેખાદમ આબુવાલા

ધરો ધીરજ વધુ પડતો પ્રણય સારો નથી હોતો;
અતિ વરસાદ કૈ ખેડૂતને પ્યારો નથી હોતો.

તમારા ગર્વની સામે અમારી નમ્રતા કેવી?
ગગનમાં સૂર્યની સામે કદી તારો નથી હોતો.

અગન એની અમર છે મૃત્યુથી પર પ્રેમ છે ઓ દિલ,
બળીને ભસ્મ થનારો એ અંગારો નથી હોતો

હવે ચાલ્યા કરો ચાલ્યા કરો બસ, એ જ રસ્તો છે,
ત્યજાયેલા પથિકનો કોઇ સથવારો નથી હોતો

જરી સમજીવિચારી લે પછી હંકાર હોડીને,
મુહબ્બતના સમંદરને કદી આરો નથી હોતો.

ચમકતાં આંસુઓ જલતા જિગરનો સાથ મળવાનો,
ન ગભરા દિલ પ્રણયનો પંથ અંધારો નથી હોતો.

ઘણાંય એવાંય તોફાનો ઊઠે છે મનની નગરીમાં,
કે જેનો કોઇ અણસારો કે વરતારો નથી હોતો.

ફક્ત દુ:ખ એ જ છે એનું તરસ છીપી નથી શકતી,
નહીંતર પ્રેમનો સાગર કદી ખારો નથી હોતો.

- શેખાદમ આબુવાલા

રંગ - પ્રિયમ

કયો રંગ મોકલું પ્રિયમ?
આખો નો ગુલાબી સપના મઢેલો મોકલું કે
હૈયે નીતરતો ભીનો આસમાની?

અડકેલો તારો વાદળી મોકલું કે મોકલું લાલ?
કે પછી રંગો ની અદલાબદલી માં
ભેલાવેલી મારી આશ મોકલું?

આજે હાથમાં મુકેલી મહેંદી ભીનો
કેશારીયો મોકલુ સાથે હાથ થી તારા લગાવેલો
સીન્દુરીયો પણ મોકલું

-પ્રિયમ

એ ગભરાઈ જાય છે - 'હું' કિરણકુમાર રોય

મને ઉદાસ જોઈ એ ઉદાસ થઇ જાય છે,
મને રોતો જોઈ માં રઘવાઈ થઇ જાય છે.

કોઈ વાર કાંટા ને પણ પ્રેમ કરી લો,
જેના લીધી બાગ માં ફૂલો સચવાઈ જાય છે.

નદીનો તો પ્રેમ છે કે એ સાગર ને મળે છે,
તળાવ બિચારા એકલા ગરમીમાં સુકાઈ જાય છે.

જ્યાં પૂજા પાઠ ને ભક્તિ નથી હોતી,
એ આંગણે તુલસીનો છોડ કરમાઈ જાય છે.

કદી આસ્થાથી તૂટેલી નાવ માં બેસી જુવો,
સમંદર તો શું? ભવપાર પણ તરી જવાય છે.

ના પૂછો મને કેમની મળી હતી નજરો બાઝારમાં,
આ ચર્ચાયેલો વિષય છે ફરી ચર્ચાઈ જાય છે.

ભલે ડરતું હોય આખું જંગલ એની ગર્જનાથી,
'હું' શ્વાસ પણ જોરથી લઉં તો એ ગભરાઈ જાય છે.

- 'હું' કિરણકુમાર રોય
૨૩ માર્ચ ૨૦૧૩

ગુલાબ બધા ઝાંખા લાગે છે - 'હું' કિરણકુમાર રોય

આજ ગુલાબ બધા ઝાંખા લાગે છે,
બધા પતંગિયાની રજા લાગે છે.

સમંદર આટલો શાંત તો નથી હોતો,
દુરથી આવતું કોઈ તુફાન લાગે છે.

અમસ્તા નથી ઢળતો-ખીલતો આ ચાંદ,
અમાસ માં એની ક્યાંક હાજરી લાગે છે.

રાધા કૃષ્ણ છે સદિયોં થી સાથે,
તો પણ યુગલ એક નવું લાગે છે.

પ્રેમ ક્યાં કોઈનો પુરો થાય છે,
એ શબ્દજ થોડો અધુરો લાગે છે.

શહેરમાં અમન-શાંતિ કેમ છે??
સંસદમાં પડ્યા તાળા લાગે છે.

ઘેલું લાગ્યું છે બધી ગોપીઓને,
કાન્હાએ વગાડી વાંસળી લાગે છે.

લોઢું હતો ને સોનું બની ગયો,
તમારા સ્પર્શનો કમાલ લાગે છે.

મેહુલાને તો વરસવુંજ રહ્યું,
મોરલાએ કર્યો સાદ લાગે છે.

'હું' ફરી અચાનક રડી પડ્યો આજ,
માંએ મને કર્યો યાદ લાગે છે.

- 'હું' કિરણકુમાર રોય
૧૬ માર્ચ ૨૦૧૩

પ્રિય મિત્રો,
    જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી kirankumar.roy@gmail.com પર મોકલી શકો છો.

કિરણકુમાર રોય

(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)