આ સમય પાસેથી હું ઝૂંટુ તને,
આવ તો લખલૂટ હું લૂટુ તને,
તું સરોવર મધ્યમાં ઉભી રહે,
ને કમળની જેમ હું ચૂંટુ તને.
હો તરસ એવી કે રોમરોમથી,
તું પીએ ને તો ય હું ખૂટું તને.
એક પળ માટે થઇ જા વૃક્ષ તું,
ડાળખીની જેમ હું ફૂટુ તને.
નામ તારું નામ તારું નામ તા—
એકડા ની જેમ હું ઘૂંટુ તને.
- હર્ષદ ત્રિવેદી
સ્ત્રોત
આ સમય પાસેથી હું ઝૂંટુ તને,
ReplyDeleteઆવ તો લખલૂટ હું લૂટુ તને,
તું સરોવર મધ્યમાં ઉભી રહે,
ને કમળની જેમ હું ચૂંટુ તને.
હો તરસ એવી કે રોમરોમથી,
તું પીએ ને તો ય હું ખૂટું તને.
Atyant Sundar ..!! Blog khub sundar banavyo chhe ..utavade aavyo chhu etale next time samay laine aavish ane manbhari ne vanchish ..abhinandan
ખુબ ખુબ આભાર ધવલભાઇ..
ReplyDeleteઆપને મારો આ બ્લોગ ગમ્યો તે બદલ ખુબ ખુબ આભાર..
કિરણકુમાર રોય
http://kiranroy.co.nr/