એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ

એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ

અમદાવાદી નગરી
એની ફરતે કોટે કાંગરી
માણેકલાલની મઢી
ગુલઝારી જોવા હાલી

હે વઉ તમે નઉ જશો જોવાને
ત્યાં બાદશો બડો મિજાજી

એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ

સીદી સૈયદની જાળી
ગુલઝારી જોવા હાલી
કાંકરિયાનું પાણી
ગુલઝારી જોવા હાલી

હે વઉ તમે નઉ જશો જોવાને
ત્યાં બાદશો બડો મિજાજી

એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ

ત્રણ દરવાજા માંહી
માં બિરાજે ભદ્રકાળી
માડીના મંદિરીયે
ગુલઝારી જોવા હાલી

હે વઉ તમે નઉ જશો જોવાને
ત્યાં બાદશો બડો મિજાજી

એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ

- અવિનાશ વ્યાસ

2 comments:

  1. Hello Kiran uncle

    Thanks for sharing this Song. I have copied lyrics of this song from your blog to my blog and posted the same in voice of Harshida Rawal. I hope you do not have any objection. If you have any, please let me know.
    Thanks
    URL of Relevant Post : http://www.krutesh.info/2011/02/blog-post_26.html

    ReplyDelete
  2. કૃતેશ ભાઈ,
    મને અંકલ બનાવવા ખુબ ખુબા ધન્યવાદ. પણ જો મને આપના મિત્ર નો દરજ્જો આપશો તો વધુ આનંદ થશે..
    અને આ બ્લોગ મેં માત્ર અને માત્ર મારા સંગ્રહ, લોકો ના મનોરંજન અને ગુજરાતી સાહિત્ય ના પ્રચાર માટે બનાવેલ છે.. જો આપ પણ આજ ઉદ્દેશ્ય થી અહી થી લિરિક્સ લેતા હોય તો મને કોઇજ એતરાજ નથી. આપ મારા બ્લોગ પર થી કોઈ પણ રચના આપના બ્લોગ પર પોસ્ટ કરી શકો છો..

    કિરણકુમાર રોય
    http://gujaratisahityaa.blogspot.com/

    ReplyDelete


પ્રિય મિત્રો,
    જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી kirankumar.roy@gmail.com પર મોકલી શકો છો.

કિરણકુમાર રોય

(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)