ગુલાબ બધા ઝાંખા લાગે છે - 'હું' કિરણકુમાર રોય

આજ ગુલાબ બધા ઝાંખા લાગે છે,
બધા પતંગિયાની રજા લાગે છે.

સમંદર આટલો શાંત તો નથી હોતો,
દુરથી આવતું કોઈ તુફાન લાગે છે.

અમસ્તા નથી ઢળતો-ખીલતો આ ચાંદ,
અમાસ માં એની ક્યાંક હાજરી લાગે છે.

રાધા કૃષ્ણ છે સદિયોં થી સાથે,
તો પણ યુગલ એક નવું લાગે છે.

પ્રેમ ક્યાં કોઈનો પુરો થાય છે,
એ શબ્દજ થોડો અધુરો લાગે છે.

શહેરમાં અમન-શાંતિ કેમ છે??
સંસદમાં પડ્યા તાળા લાગે છે.

ઘેલું લાગ્યું છે બધી ગોપીઓને,
કાન્હાએ વગાડી વાંસળી લાગે છે.

લોઢું હતો ને સોનું બની ગયો,
તમારા સ્પર્શનો કમાલ લાગે છે.

મેહુલાને તો વરસવુંજ રહ્યું,
મોરલાએ કર્યો સાદ લાગે છે.

'હું' ફરી અચાનક રડી પડ્યો આજ,
માંએ મને કર્યો યાદ લાગે છે.

- 'હું' કિરણકુમાર રોય
૧૬ માર્ચ ૨૦૧૩

2 comments:

 1. વાહ ખૂબ સરસ ભાઈ
  ખૂબ સુંદર શબ્દો નો પ્રયોગ કર્યો છે
  મજા આવી હો !
  આવું ને આવું મુક્તા રહો !
  ************************

  ReplyDelete
 2. આભાર સુનીલભાઈ...
  ગણતંત્ર દિવસ ની શુભકામના..

  ReplyDelete


પ્રિય મિત્રો,
    જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી kirankumar.roy@gmail.com પર મોકલી શકો છો.

કિરણકુમાર રોય
http://kiranroy.co.cc

(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)