તું અહીંયા રમવા આવ મજાની ખિસકોલી,
તું દોડ તને દઉં દાવ મજાની ખિસકોલી.
તું કેવી હ્સે ને રમે મજાની ખિસકોલી,
તારા કૂદકા તો બહુ ગમે મજાની ખિસકોલી.
તું જ્યારે ખીલખીલ ગાય મજાની ખિસકોલી,
તારી પૂંછડી ઉંચી થાય મજાની ખિસકોલી.
તું ઝાડે ઝાડે ચડે મજાની ખિસકોલી,
કહે કેવી મજા ત્યાં પડે મજાની ખિસકોલી.
બહુ ચંચળ તારી જાત મજાની ખિસકોલી,
તું ઉંદરભાઈની નાત મજાની ખિસકોલી.
- ત્રિભુવન વ્યાસ
Awesome....Dude.. Maja avi gayi... Ek balpan ni yad avi gayi...
ReplyDeleteઆભાર પ્રીતેશ ભાઈ,
ReplyDeleteઆ કવિતા મારા અભ્યાસક્રમ માં આવતી હતી.
આપના પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર...