મને ભૂલી નથી એ.. - 'હું' કિરણકુમાર રોય (૨૮-૦૯-૨૦૨૨)

 મને યાદ કર્યા નું સબૂત મળ્યું છે,
કાલે એનું ઓશીકું ભરપૂર ભીનું મળ્યું છે.

મારા આલિંગન માત્ર થી મહેકી ઉઠતી હતી એ,
એના કબાટ માં મારુ પસંદીદા અત્તર મળ્યું છે.

મને ભુલાવવા રોજ લખે છે મને,
એની ડાયરી માં મારી ગઝલ નું કાગળિયું મળ્યું છે.

'હું' રોજ ભૂલો પડું છું મયખાના થી ઘરે જતા,
મને ક્યાંક થી એના નવા ઘર નું સરનામું મળ્યું છે.

- 'હું' કિરણકુમાર રોય (૨૮-૦૯-૨૦૨૨)

ચાંદલો -'હું' કિરણકુમાર રોય (૧૪-૦૫-૨૦૨૨)

 

તારા ચાંદલા એ ખુબ રંગ રાખ્યો છે,
મને હંમેશા તારા મસ્તક પર જીવંત રાખ્યો છે...
-'હું' કિરણકુમાર રોય (૧૪-૦૫-૨૦૨૨)



પ્રિય મિત્રો,
    જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી kirankumar.roy@gmail.com પર મોકલી શકો છો.

કિરણકુમાર રોય

(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)