Showing posts with label 'હું' કિરણકુમાર રોય.. Show all posts
Showing posts with label 'હું' કિરણકુમાર રોય.. Show all posts

મને ભૂલી નથી એ.. - 'હું' કિરણકુમાર રોય (૨૮-૦૯-૨૦૨૨)

 મને યાદ કર્યા નું સબૂત મળ્યું છે,
કાલે એનું ઓશીકું ભરપૂર ભીનું મળ્યું છે.

મારા આલિંગન માત્ર થી મહેકી ઉઠતી હતી એ,
એના કબાટ માં મારુ પસંદીદા અત્તર મળ્યું છે.

મને ભુલાવવા રોજ લખે છે મને,
એની ડાયરી માં મારી ગઝલ નું કાગળિયું મળ્યું છે.

'હું' રોજ ભૂલો પડું છું મયખાના થી ઘરે જતા,
મને ક્યાંક થી એના નવા ઘર નું સરનામું મળ્યું છે.

- 'હું' કિરણકુમાર રોય (૨૮-૦૯-૨૦૨૨)

તને રજા છે - 'હું' કિરણકુમાર રોય (Tane raja che. - 'Hun' KiranKumar Roy)

 


ભલે તું રડી રડી ને દરિયો ભરે,
પણ મને તો તારી સ્મિતમાં મજા છે..
હું તને વ્યોમ ભરી પ્રેમ કરું,
તું મને મધ દરિયે છોડ તને રજા છે..

- 'હું' કિરણકુમાર રોય
૨૫/૧૧/૨૦૨૧

રહસ્ય -'હું' કિરણકુમાર રોય (Rahasy - 'Hun' KiranKumar Roy)

 મારા માટે એ ખરેખર એક રહસ્ય હતું,

કે મારા નવા કપડાં નું મૂલ્ય, પપ્પા ના શર્ટ નું નવું થીગડું હતું. 

-'હું' કિરણકુમાર રોય

૧૮/૦૬/૨૦૨૧

મારી ગઝલો - 'હું' કિરણકુમાર રોય (Mari Gazalo - 'Hun' KiranKumar Roy)

મારી ગઝલો શબ્દો નથી લાગણી ના માળા છે,
મારે મન રત્નો મોંઘા, તારે મન પત્થર કાળા છે.

- 'હું' કિરણકુમાર રોય (27/03/2019)

એ ગભરાઈ જાય છે - 'હું' કિરણકુમાર રોય ( E Gabharai jay chhe - 'Hun' KiranKumar Roy)

મને ઉદાસ જોઈ એ ઉદાસ થઇ જાય છે,
મને રોતો જોઈ માં રઘવાઈ થઇ જાય છે.

કોઈ વાર કાંટા ને પણ પ્રેમ કરી લો,
જેના લીધી બાગ માં ફૂલો સચવાઈ જાય છે.

નદીનો તો પ્રેમ છે કે એ સાગર ને મળે છે,
તળાવ બિચારા એકલા ગરમીમાં સુકાઈ જાય છે.

જ્યાં પૂજા પાઠ ને ભક્તિ નથી હોતી,
એ આંગણે તુલસીનો છોડ કરમાઈ જાય છે.

કદી આસ્થાથી તૂટેલી નાવ માં બેસી જુવો,
સમંદર તો શું? ભવપાર પણ તરી જવાય છે.

ના પૂછો મને કેમની મળી હતી નજરો બાઝારમાં,
આ ચર્ચાયેલો વિષય છે ફરી ચર્ચાઈ જાય છે.

ભલે ડરતું હોય આખું જંગલ એની ગર્જનાથી,
'હું' શ્વાસ પણ જોરથી લઉં તો એ ગભરાઈ જાય છે.

- 'હું' કિરણકુમાર રોય
૨૩ માર્ચ ૨૦૧૩

ગુલાબ બધા ઝાંખા લાગે છે - 'હું' કિરણકુમાર રોય (Gulab badha zankha lage che - 'Hun' KiranKumar Roy)

આજ ગુલાબ બધા ઝાંખા લાગે છે,
બધા પતંગિયાની રજા લાગે છે.

સમંદર આટલો શાંત તો નથી હોતો,
દુરથી આવતું કોઈ તુફાન લાગે છે.

અમસ્તા નથી ઢળતો-ખીલતો આ ચાંદ,
અમાસ માં એની ક્યાંક હાજરી લાગે છે.

રાધા કૃષ્ણ છે સદિયોં થી સાથે,
તો પણ યુગલ એક નવું લાગે છે.

પ્રેમ ક્યાં કોઈનો પુરો થાય છે,
એ શબ્દજ થોડો અધુરો લાગે છે.

શહેરમાં અમન-શાંતિ કેમ છે??
સંસદમાં પડ્યા તાળા લાગે છે.

ઘેલું લાગ્યું છે બધી ગોપીઓને,
કાન્હાએ વગાડી વાંસળી લાગે છે.

લોઢું હતો ને સોનું બની ગયો,
તમારા સ્પર્શનો કમાલ લાગે છે.

મેહુલાને તો વરસવુંજ રહ્યું,
મોરલાએ કર્યો સાદ લાગે છે.

'હું' ફરી અચાનક રડી પડ્યો આજ,
માંએ મને કર્યો યાદ લાગે છે.

- 'હું' કિરણકુમાર રોય
૧૬ માર્ચ ૨૦૧૩

પત્થર ભગવાન બની ગયો - 'હું' કિરણકુમાર રોય (Paththar Bhagawan bani gayoi - 'Hun' KiranKumar Roy)

જેને માન્યો હતો ભગવાન એ પત્થર બની જોતો રહ્યો,
જેનાથી લાગીતી ઠોકર એ પત્થર ભગવાન બની ગયો.

ઉડવાની તલપ હતી ને પોતાની પાંખો કાપતો રહ્યો,
ખબર ના પડી ક્યારે એ, માણસ માંથી હેવાન બની ગયો.

એ મુફલસીના દિવસોમાં હતો મારા ગામમાં તવંગર,
આજ શહેરમાં આવી એ તવંગર, ગરીબ બની ગયો.

ઘણા પ્રશ્નો હતા એ હૃદયમાં દબાવતો ગયો,
એ આવ્યા મુજ નિકટ ને હું જ્વાળામુખી બની ગયો.

તડકા છાયા જોયા નહિ ને હું ચાલતો ગયો,
મંજીલની શોધમાં નીકળ્યો ને કોઈ ની મંજીલ બની ગયો.

કુરુક્ષેત્રમાં મારીજ સામે મહાભારત લડતો રહ્યો,
ક્યારેક મુજથી હારતો ને ક્યારેક જીતતો ગયો.

- 'હું' કિરણકુમાર રોય
૧૪ માર્ચ ૨૦૧૩

ગજબ થઇ જાયે - 'હું' કિરણકુમાર રોય (Gazab Thai Jaye - 'Hun' KiranKumar Roy)

આજ ફરી એક વાર ગજબ થઇ જાયે,
એ મારા ર્હદય ના ખુબ નજીક થઇ જાયે.

દરિયા માં બેસી ને તોફાનની રાહ જોઉં છું,
મારી આજુ બાજુ હવે બવંડર થઇ જાયે.

એક વાત એ મને કરે અને એક વાત હું,
આમજ વાત વાત માં રાઈ નો પહાડ થઇ જાયે.

આંખો બંધ કરી હું એને યાદ કરું,
ને આખો ખોલું ત્યાં મેળો થઇ જાયે.

કરું વખાણ એના કાગળ પર,
વાંચું તો એ ગઝલ થઇ જાયે..

- 'હું' કિરણકુમાર રોય
૩૧ જાન્યુઆરી ૨૦૧૩

પથ્થર - 'હું' કિરણકુમાર રોય (Pththar - 'Hun' KiranKumar Roy)

પથ્થર ને આજ જીવંત કરી દઉં,
એના કાન માં આજ ખુદા કહી દઉં..

તરવાની કળા એમાં પણ છે,
ફેંકી એને સમંદર માં એ સાબિત કરી દઉં,

પ્રેમ, વેદના, ભાવના રાખે છે એ,
લાય ને આજ એના પર ગુલાબ ઉગાડી દઉં..

મારી આસ્થા ની તાકાત તો જુઓ એ લોકો,
'હું' પૂજીને એ પથ્થર ને ભગવાન બનાવી દઉં...


- 'હું' કિરણકુમાર રોય (૦૩ માર્ચ ૨૦૧૨)

દુનિયા ભુલાવી બેઠો છું.. - 'હું' કિરણકુમાર રોય (Duniya Bhulavi betho chhu - 'Hun' KiranKumar Roy)

તારી ઝુલ્ફો માં ખોવાઇને બેઠો છું
તારી 'હા' અને 'ના' ના વમળમાં ખોવાઇને બેઠો છું
તારી આંખ નો એક ઇશારો ઝંખુ છું
તારા શ્વાસ મા શ્વાસ પરોવીને બેઠો છું
તુ તરસ છીપાવી દે મારી, હું મ્રુગજળ પીને બેઠો છું
કિનારા પર બેસીને વાત ના કર, હું મજધારમાં આવીને બેઠો છું
તારા અંગે અંગ ની ઝંખના છે, હું તારુ શિલ્પ બનાવી બેઠો છું
તારી યાદોના પાલવ ની એક ગાંઠ બનાવી બેઠો છું
તુ આવીશ તો મને સારુ છે, 'હું' દુનિયા ભુલાવી બેઠો છું..

- 'હું' કિરણકુમાર રોય

30 મે, 2011 22:30

વ્યસ્ત ઝીંદગી - 'હું' કિરણકુમાર રોય (Vyast Zindagi - 'Hun' KiranKumar Roy)

મારી વ્યસ્ત ઝીંદગી કઈક એ રીતે જીવી લઉં છું,
કે એક મુક્તક,
એક ગઝલ,
એક શેર લખી લઉં છું..

પીંજરા મા પુરઈ ને રહેવાની આદત થઈ ગઈ છે હવે,
સમય મળે તો આકશ મા આશાની ઉડન ભરી લઉં છું
હોંશલો હોય તો કોઇ તુફાન કે આન્ધી શુ??
'હું' તો હાથ ના હલેશા કરી દરિયો તરી લઉં છું

- 'હું' કિરણકુમાર રોય.

એમનો સથવારો મળે ના મળે!! - 'હું' કિરણકુમાર રોય (Emno sathvaro male na male - 'Hun' KiranKumar Roy)

શમણા મારા ખોટાના પડે.
એમનો સથવારો મળે ના મળે!!

પ્રેમ મારો સાચો છે..
પુરાવા એના ક્યાથી મળે??

પ્રેમ કરનાર ને પ્રેમ મળતોજ હશે??
ઉત્તર આનો ક્યાથી મળે..

'હું' માત્ર એક આસ રાખુ.
મરજી એમની ફળે ના ફળે.

- 'હું' કિરણકુમાર રોય.

ખામોશી... - 'હું' કિરણકુમાર રોય (Khamoshi - 'Hun' KiranKumar Roy)

તમારી ખામોશી નો જવાબ થઈ જઈશ,
હું હંમેશ માટે મૌન થઈ જઈશ..

નારાજગી તમને મારાથી છે..
સમય આવતા બધી દુર કરી જઈશ..

બધા પ્રશ્નોના ના જવાબ નથીજ હોતા,
એક જવાબથી તમારી મુંજવણ દુર કરી જઈશ.

માત્ર જીવનમાં પ્રેમજ મળવો જરૂરી નથી..
'હું' દુનિયામાં એક નવી મિશાલ મુકી જઈશ..

- 'હું' કિરણકુમાર રોય

શોધુ છું.... - 'હું' કિરણકુમાર રોય (Shodhu Chhu - 'Hun' KiranKumar Roy)

મારા ખોવાયેલા અસ્તિત્વ ને શોધુ છું,
હું મુંજને મુંજમાં શોધુ છું.
આશ્ચર્ય છે મને કે,
મારા બનવેલા દાયરા હું ખુદ તોડુ છું.
ખુબજ મુશ્કેલ છે પોતાની નજર માં પડી ને ચઢવું,
એજ મુંજવણમાં હું ખોવાયો છુ.
વ્યથા મારી 'હું' કોને કહું,
ભુલો કરી છે મે અને હું ખુદ અદાલત છું.

- 'હું' કિરણકુમાર રોય

મળી જાય.... - 'હું' કિરણકુમાર રોય (Mali jaay - 'Hun' KiranKumar Roy)

મરતા ને એક પનારો મળી જાય,
મને જો તારો સહારો મળી જાય.
જીવવાની આશ મને પણ છે,
જો આ વાત તને સમજાઇ જાય.
સર તો કરવા છે ઘણા મોરચા,
જો હથિયાર માં તારા પ્રેમનું અભયદાન મળી જાય.
'હું' તો જગત તુજ માંજ ઝંખુ છું,
કદાચ તને પણ મારા માં એવું કંઈક દેખાઈ જાય.

- 'હું' કિરણકુમાર રોય.

વાવડ - 'હું' કિરણકુમાર રોય (Vavad - 'Hun' KiranKumar Roy)

મિત્ર ને મારા કોઇ આડ ના આપે,
મારા મરવાન વાવડ ના આપે...

- 'હું' કિરણકુમાર રોય

વિચારો - 'હું' કિરણકુમાર રોય (Vicharo - 'Hun' KiranKumar Roy)

આ વિચારો પણ કેવી મહત્વતા ધરાવે છે.
કે એ પત્થર ને ભગવાન અને માણસ ને હેવાન બનાવે છે.

- 'હું' કિરણકુમાર રોય.

શબ્દોનો સંગ્રામ - 'હું' કિરણકુમાર રોય (Shabdo no Sangram - 'Hun' KiranKumar Roy)

આજ શબ્દોએ સંગ્રામ કર્યો છે કે હુ તારુ વર્ણન નથી કરી શકતો,
આંબવા માંગુ છુ આકાશ પણ તારા વિના ઉડી નથી શકતો.

- 'હું' કિરણકુમાર રોય

પ્રિય મિત્રો,
    જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી kirankumar.roy@gmail.com પર મોકલી શકો છો.

કિરણકુમાર રોય

(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)